

ભારતની સૌથી મોટી ઇ લર્નિંગ પ્લેટફોર્મ અનએકેડમી (Unacademy) થઇ હૈક. US બેસ્ડ સિક્યોરિટી ફર્મ સાઇબલ (Cyble)ના જણાવ્યા મુજબ હૈકર્સે તેના સર્વરમાંથી હૈક કર્યા 22 મિલિયન (લગભગ 2.2 કરોડ)ની વધુ સ્ટૂડેન્ટ્સની જાણકારી. આ ડિટેલને હવે ડાર્ક વેબ (Dark Web) પર ઓનલાઇન વેચવામાં આવી રહી છે. તેમાં વિપ્રો (Wipro), ઇન્ફોસિસ (Infosys), કૉગ્નિજેંટ (Conizant), ગૂગલ (Google) અને ફેસબુક (Facebook) ના કર્મચારીઓની ડિટેલ પણ છે.


સિક્યોરિટી ફર્મ Cyble ની રિપોર્ટ મુજબ Unacademy ના 21,909,707 ડેટા લીક થયો છે જેની કિંમત છે 2,000 અમેરિકી ડૉલર.


રિપોર્ટ મુજબ અનએકેડમીની વેબસાઇટમાંથી જે ડેટા લીક થયો છે તેમાં સ્ટૂડેન્ટ્સના યુઝરનેમ, પાસવર્ડ, લાસ્ટ લોગઇન ડેટ, ઇ-મેલ આઇડી, આખું નામ, એકાઉન્ટ સ્ટેટસ અને એકાઉન્ટ પ્રોફાઇલ જેવી જરૂરી જાણકારી સામેલ છે. ઉલ્લેખનીય છે કે અનએકેડમીની માર્કેટ વેલ્યૂ 500 મિલિયન ડૉલર (લગભગ 3,798 કરોડ રૂપિયા) છે.


આ અંગે અનએકેડમીના કો ફાઉન્ડર અને ચીફ ટેક્નિકલ ઓફિસર હેમેશ સિંહાએ કહ્યું કે અમે અમારા ડેટાની તપાસ કરી છે જે મુજબ અમે સ્વીકારીએ છીએ કે 11 મિલિયન વિદ્યાર્થીઓની કેટલીક જાણકારી લીક થઇ છે. લીકની પુષ્ટી કરતા તેમણએ વધુમાં કહ્યું કે વિદ્યાર્થીઓનો ડેટા સંપૂર્ણ પણે સુરક્ષિત છે. અને અમે આ સ્થિતિ પર બારીકીથી નજર રાખી રહ્યા છીએ. અમે ડેટાને એન્ક્રિપ્ટેડ રાખવા માટે PBKDF2 એલ્ગોરિધમની સાથે SHA256 હૈશનો ઉપયોગ કરીએ છીએ. સાથે જ અમે ઓટીપી બેસ્ડ લોગઇન સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ. જેથ યુઝર્સની સિક્યોરિટી પર એક્સ્ટ્રા લેયર તરીકે કામ કરે છે.


ઉલ્લેખનીય છે કે Unacademy હાલમાં જ ફેસબુક, જેનરલ એટલાંટિક અને Sequoia ની તરફથી 110 અમેરિકી ડૉલરનું ફડિંગ મળ્યું હતું. સાઇબલના જણાવ્યા મુજબ તમામ હૈકર્સે વિદ્યાર્થીઓના ડેટાને ખાલી વહેંચવા માટે નાંખ્યા હતા. જેથી તેમને ખબર પડી કે તેને હેક કરવામાં આવી છે. આવામાં ફર્મે અનએકેડમીના તમામ વિદ્યાર્થીઓ અને ટીચર્સને પણ પોતાનો પાસવર્ડ તરત બદલવાની સલાહ આપી છે.