

વર્લ્ડ કપ 2019 પૂરો થયા બાદ પણ ટીમ ઈન્ડિયાના બેટ્સમેન અને મહેન્દ્રસિંહ ધોનીના ભવિષ્યને લઈને હજુ સુધી સવાલ ખતમ નથી થયા. આ દરમિયાન આવતા વર્ષે ઓક્ટોબરમાં યોજાનાાર ટી20 વર્લ્ડ કપની તૈયારીઓ પર ધ્યાન જતું રહ્યું છે. એવામાં ટીમ ઈન્ડિયા કેવી હશે અને કયા-કયા ખેલાડીઓની સ્થાન મળશે, આ સવાલ સતત ઊભો થઈ રહ્યો છે. ટી20 વર્લ્ડ કપ માત્ર 15 મહિના દૂર છે અને વિન્ડીઝ પ્રવાસમાં 3 ટી20 મેચોથી સામે આવશે કે ભવિષ્યમાં ભારતીય ટીમ કેવી હશે. વિરાટ કોહલીના ભવિષ્યનો પ્લાન કેવો રહેશે તેની ઉપર પણ સૌની નજર રહેશે.


શું શિખર ધવનનું ટીમમાં સ્થાન રહેશે? - ધવનનું હાલમાં ટી20 ફોર્મ સારું રહ્યું છે. આ વર્ષે આઈપીએલમાં તે રન કરવામાં ચોથા નંબરે હતો. પરંતુ જો ટી20 વર્લ્ડ કપના હિસાબથી તૈયારી કરવામાં આવે છે તો તેના નામ સામે સવાલ ઊભો થઈ શકે છે. ભારતની પાસે ટોપ ઓર્ડરમાં ત્રણ નામ લગભગ નક્કી છે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને કેએલ રાહુલ આ ત્રણેયનો ટી20માં જોરદાર રેકોર્ડ છે. ત્રણેય ઘણા કન્સીસટન્ટ રહ્યા છે.


જો આ ત્રણેયની સાથે ધવનને રમાડવામાં આવે છે તો પછી રાહુલને નંબર 4 પર જવું પડી શકે છે જે તેનું સ્થાન નથી. એવામાં ધવન નાપસંદ થઈ શકે છે. આંકડાઓ પર નજર કરીએ તો ધવનનો ટી20 સ્ટ્રાઇક રેટ લગભગ 138 જ્યારે રાહુલનો 148 છે.


કોહલી કયા નંબરે બેટિંગ કરશે? - 2018 બાદથી વિરાટ કોહલીએ નંબર-4 પર 6 વાર બેટિંગ કરી છે અને તેની સરેરાશ 30થી પણ ઓછી છે. તે એક ફિક્ટી પણ ફટકારી ચૂક્યો છે. સાથોસાથ તેનો સ્ટ્રાઇક રેટ પણ 115 રહ્યો છે. જો ટોપ ઓર્ડર મોટો સ્કોર ઊભો કરવામાં સફળ રહે છે તો રુષભ પંત જેવા તાબડતોડ બેટ્સમેનને પ્રમોટ કરવાની તક હોય છે. એવામાં કોહલીનો નંબર-4 ઘણો નીચે હશે. એવામાં કોહલી માટે નંબર-3 જ સૌથી યોગ્ય છે.


વિકેટકિપર કોણ હશે? - ધોની વર્લ્ડ કપ બાદ રજા પર છે અને ભારતીય સેનાની સાથે કાશ્મીરમાં ટ્રેનિંગ લઈ રહ્યો છે. એવામાં સિલેક્ટર્સે રુષભ પંત પર ત્રણ ફોર્મટ માટે દાવ લગાવ્યો છે. પરંતુ સ્પષ્ટ નથી કે ધોનીની આગળની રૂપરેખા શું હશે. જો ધોની આવે છે તો પછી પંતની શું ભૂમિકા હશે? સાથોસાથ ઈશાન કિશન, સંજૂ સેમસન જેવા ખેલાડી પણ લાઇનમાં છે. કિશન ઈન્ડિયા-એનો સભ્ય છે.


બીજી તરફ લાગે છે કે દિનેશ કાર્તિકનો સમય હવે આવી ચૂક્યો છે. મુખ્ય સિલેક્ટર એમએસકે પ્રસાદે સ્પષ્ટ કરી દીધું છે કે તેમની નજરો હવે યુવા ચહેરાઓ પર છે.


મિડલ ઓર્ડરનું સુકાન કોના ભરોસે- છેલ્લા બે વર્ષથી આ સવાલ કોહલીને પરેશાન કરી રહ્યો છે પરંતુ હજુ સુધી તેનો જવાબ નથી મળ્યો. વર્લ્ડ કપમાં પણ આ સમસ્યા રહી અને પરિણામ એવું આવ્યું કે ટીમ ઈન્ડિયા સેમીફાઇનલથી બહાર થઈ ગયું. જો ટીમમાં ધવન, રોહિત, રાહુલ અને કોહલી ટોપ-4માં રહે છે તો પાંચમાં નંબર માટે એક બેટ્સમેન જોઈએ.


નીચલા ક્રમે રુષભ પંત અને હાર્દિક પંડ્યા છે. એવામાં જો ધોની આવે છે તો તે એક સ્થાન ભરી દેશે. પરંતુ તેના સબ્સ્ટિટ્યૂટના રૂપમાં શ્રેયસ ઐય્યર, મનીષ પાંડે અને શુભમન ગિલના નામ આવે છે. આ ત્રણેય હજુ સારા ફોર્મમાં છે.


બીજો ઓલરાઉન્ડર કોણ હશે? - જો ધવન બહાર બેસે છે તો પછી ટીમ ઈન્ડિયામાં બે સ્લોટ ખાલી હશે. જો એવું છે તો એક સ્થાન બેટિંગ ઓલરાઉન્ડરથી ભરી શકાય છે. એવું થતાં ટીમની પાસે છઠ્ઠા બોલરનું પણ ઓપ્શન હશે. હાલમાં આ લડાઈ વિજય શંકર અને હાર્દિક પંડ્યાની વચ્ચે છે. જોકે શંકર હજુ સુધી બેટિંગથી રંગ જમાવી નથી શક્યો પરંતુ તેને તક મળી શકે છે. બીજી તરફ, હાર્દિક આઈપીએલમાં કમાલ કરી ચૂક્યો છે. એવામાં તેનો દાવો મજબૂત છે.


શું રિસ્ટ સ્પિનર ચાલુ રહેશે કે ફિંગર સ્પિનરને તક મળશે? - વર્લ્ડ કપના પહેલા સુધી કુલદીપ યાદવ અને યજુવેન્દ્ર ચહલ બંને ટીમ ઈન્ડિયાના સ્પિનના કર્ણધાર રહ્યા. બંનેએ મિડલ ઓર્ડરમાં ટીમને જરૂર પડતાં વિકેટ અપાછી અને રનો પર અંકુશ લગાવ્યો. પરંતુ આ વર્ષ બંને માટે મુશ્કેલ રહ્યું છે. આઈપીએલમાં પણ બંને મોંઘા રહ્યા હતા અને વર્લ્ડ કપમાં પણ અપેક્ષાઓ મુજબ રમી નથી શક્યા.


ટૂર્નામેન્ટમાં રવીન્દ્ર જાડેજાને તક આપવામાં આવી અને તેણે બંને હાથોથી તેને ઝડપી લીધી. હવે વિન્ડીઝ પ્રવાસે બંનેને આરામ આપવામાં આવ્યો છે. એવામાં હજુ માત્ર જાડેજાનું સ્થાન પાકું માનવામાં આવે છે.