કિન્નર સાધુઓ આ વર્ષે પહેલીવાર કુંભ મેળામાં આવ્યાં છે. કિન્નરોને હિંદુ ધર્મમાં મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. કિન્નર સાધુ સંતોના દર્શન માટે લાખોની સંખ્યામાં લોકો ભેગા થયા હતા. આ તસવીરમાં કિન્નર અખાડાના મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠી દેખાઇ રહ્યાં છે. કિન્નર અખાડા પ્રયાગ કુંભથી પહેલાં ઉજ્જૈનના સિંહસ્થ કુંભમાં ઉપસ્થિત રહીને પોતાની હાજરી નોંધાવી હતી. સિંહસ્થ કુંભમાં જ તેમને 14મા અખાડાનો દરજ્જો પ્રાપ્ત થયો હતો.(Image: Reuters)
રામ ભવન ચાર રસ્તાથી નીકળેલી આ દેવત્વ યાત્રાની ખાસ વાત એ હતી કે, તેમાં કિન્નસ સંત ઊંટ, ઘોડા અને બગીઓ પર સવાર હતા, જ્યારે અન્ય અખાડાઓની યાત્રામાં ટ્રેક્ટર ટ્રોલી પર મુકેલા સોના-ચાંદીના આસનો પર સાધુ-સંતો બિરાજમાન હતા. આ દેવત્વ યાત્રામાં 25થી વધુ બગીઓ હતી. તેમજ બીજી તરફ, ઘોડા ગીત-સંગીતના ધૂનો પર નાચીને બાળકોનું મનોરંજન કરી રહ્યા હતા. કિન્નરોની શાહી અંદાજમાં નીકળેલી દેવત્વ યાત્રાને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ત્યાં આવ્યા હતા.(Image: Reuters)
મત્સ્ય પુરાણ વર્ણિત સમુદ્ર મંથનની કથા અનુસાર અમૃત કળશને મેળવવા માટે રાક્ષસો અને દેવતાઓ વચ્ચે 12 વર્ષ સુધી સંઘર્ષ ચાલ્યો. આ જ સંઘર્ષમાં ભારતનાં ચાર સ્થળો પર અમૃતના છાટા ઉડ્યા હતા. આ જ ચાર સ્થળો એટલે કે પ્રયાગરાજ (અલાહાબાદ), હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈન. અહીં નદીઓના કિનારે દર 12 વર્ષે કુંભમેળાનું આયોજન થાય છે. (Image: Reuters)