દેશમાં આર્થિક રુપથી સામાન્ય વર્ગના લોકો માટે શિક્ષા અને સરકારી નોકરીઓમાં 10 ટકા અનામતના સંવિધાન સંશોધન વિધેયકને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરી મળી ગઈ છે. કેન્દ્ર સરકારે આ બાબતની અધિસુચના જાહેર કરી છે. હવે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય એક સપ્તાહની અંદર નિયમોને અંતિમ રુપ આપશે. આ પછી આર્થિક રુપથી પછાત લોકો માટે આ અનામત લાગુ થઈ જશે. અનામતનો ફાયદો ઉઠાવવા માટે એ જાણવું જરુરી છે કે કયા કયા કાગળો આપવા પડશે.