પૂર્વ વિદેશ પ્રાધાન અને ભાજપના વરીષ્ઠ નેતા સુષમા સ્વરાજનું હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું છે. તેમને રાત્રે હાર્ટ એટેક આવ્યો હતો જેને પગલે તેમને તાત્કાલીક દિલ્હીના એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન નિધન થયું હતું. સુષમા સ્વરાજે મંગળવારે સાંજે આર્ટિકલ 370 નાબુદ થવા અંગે તેમણે છેલ્લુ ટ્વિટ કર્યું હતું. જે બાદ તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. તાત્કાલીક તેમને એઇમ્સમાં ભરતી કરવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. આ તસવીર 8મી મે, 1998નાં રોજ જાહેર કાર્યક્રમમાં સુષમા સ્વરાજની છે. (photo by T.C.Malhotra via Getty Images)