1/ 6


રામ મંદિર નિર્માણની માંગની વચ્ચે ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે અયોધ્યામાં ભગવાન રામની 221 મીટર ઊંચી પ્રતિમા બનવવાનો નિર્ણય કર્યો છે.
2/ 6


આ પ્રતિમા હાલ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી આશરે 39 મીટર ઊંચી હશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ઊંચાઇ 182 મીટરની છે.
3/ 6


ભગવાન રામની પ્રતિમાની ડિઝાઇન ફાયનલ થઇ ગયુ છે. તેને સીએમ યોગીએ પણ મંજૂરી આપી દીધી છે. મૂર્તિ અંગેની જાણકારી આપતા ઉત્તર પ્રદેશ સરકારે ટ્વિટ કર્યું.
4/ 6


અયોધ્યામાં શ્રીરામની મૂર્તિને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લીલી ઝંડી આપી અને તેની આસપાસ કેવુ બનશે તે પણ નક્કી કરવામાં આવ્યું છે.
5/ 6


મીડિયા રિપોર્ટસ પ્રમાણે આ પ્રોજેક્ટમાં મૂર્તિ ઉપરાંત વિશ્રામ ઘર, શ્રીરામની ઝૂપડી અને રામલીલા મેદાન પણ બનાવવામાં આવશે.