જમ્મુ કાશ્મીરનાં પુલવામામાં સીઆરપીએફનાં કાફલા પર થયેલા આતંકી હુમલોનો બદલો લેવા માટે ભારતીય વાયુસેનાએ POKમાં ઘુસીને જૈશનાં ઠેકાણાંઓ પર હુમલો કર્યો છે. માહિતી મળી રહી છે તે પ્રમાણે રાતે આશરે સડા ત્રણ વાગે એક સાથે 12 મિરાજ 2000 લડાકૂ વિમાનોએ બાલાકોટમાં આવેલા આતંકીઓનાં ઠેકાણાંઓ પર હુમલો કર્યો અને તેને પુરેપુરા તબાહ કરી દીધાં. ભારતીય વાયુસેના સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે રાતે નિયંત્રણ રેખાની પાર જૈશનાં આતંકી કેમ્પ પર આશરે 1000 કિલોગ્રામનાં બોમ્બ ફેંક્યા હતાં. આની સાથે જ ભારતે પુલવામાનાં સીઆરપીએફ કાફલા પર થયેલા આતંકી હુમલાનો બદલો લઇ લીધો છે.
સરકારનાં સૂત્રો પ્રમાણે જે સમયે ભારત પાકિસ્તાનમાં ઘુસીને બોમ્બ વરસાવતા હતા તે સમય આ આખી ઘટના પર પ્રધાનમંત્રી મોદીની નજર હતી. હુમલાની આખી રાત વડાપ્રધાન ઊંઘી ન હતા શક્યા. તેઓ જાતે આખા અભિયાન પર નજર રાખીને બેઠા હતાં. જ્યારે પાયલોટ સહિત દરેક લડાકૂ વિમાન પાછા ફરીને આવ્યા ત્યારે અભિયના સાથે જોડાયેલા દરેક માણસને શુભેચ્છાઓ આપી.