Home » photogallery » india » NEW TRAFFIC RULES IN INDIA 2019 AG

ગુજરાતમાં ટ્રાફિક ભંગના નિયમ બદલાયા : જાણો પહેલા ક્યા ગુના બદલ કેટલો દંડ હતો?

કેન્દ્ર સરકારે તાજેતરમાં જ મોટર-વ્હિકલ એક્ટરમાં સુધારો કરીને નવા નિયમો બહાર પાડ્યા છે. આ મામલે ગુજરાત સરકારે મહત્વની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક પ્રેસ કૉન્ફરન્સ કરી જણાવ્યું છે કે ગુજરાત સરકારે આ મામલે નવા કાયદાની 50 કલમમોમાં ફેરફાર કરી અને દંડની રકમમાં ઘટાડો કર્યો છે. મુખ્યમંત્રી રૂપાણીએ પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે રાજ્યમાં મોટર-વ્હિકલ એક્ટના નવા નિયમોનો અમલ 16મી સપ્ટેમ્બરથી થશે.