પંજાબના અમૃતસર રાવણ દહનનો કાર્યક્રમ જોઈ રહેલા લોકો પર બે ટ્રેન ચડી ગઈ હતી. આ દુર્ઘટનામાં 50થી વધારે લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસના મતે અમૃતસરના જોડા બજારમાં દશેરોનું આયોજન થઈ રહ્યું હતું જે દરમિયાન ભાગદોડ થઈ હતી. આ દરમિયાન ઘણા લોકો રેલવે ટ્રેક પર હતા. આ સમયે બંને તરફથી ઝડપથી ટ્રેન આવી હતી અને લોકોને અડફેટે લીધા હતા.