જાણકારી પ્રમાણે, તિકસુકિયાના એસબીઆઈનું એટીએમ મશીન બંધ થવાની જાણકારી આપી. જે પછી કર્મચારી મશીનને ઠીક કરવા પહોંચ્યા અને મશીન ખોલ્યું તો કર્મચારી હેરાન રહી ગયા. તેમણે જોયું કે પાંચસો અને બે હજાર રૂપિયાની નોટને મશીનમાં ઉંદરોએ કાતરી દીધી છે. આ અંગે એક બેંક અધિકારીએ જણાવ્યું કે તિનસિકિયાના લૈપુસી વિસ્તારનું એટીએમ 20 મેથી ટેકનીકલ ખરાબીને કારણે બંધ હતું.