ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી-2019ની જાહેરાત કરતા જ દેશભરમાં આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. હવે સત્તાધારી પાર્ટીના ઘણા કામો ઉપર અંકુશ લાગી જશે. જાણો પીએમ મોદી કયા-કયા કામો કરી શકશે નહીં.
2/ 8
પ્રધાનમંત્રી મોદી કોઈ નવી લોકલોભામણી યોજનાની જાહેરાત કરી શકશે નહીં. આગામી દિવસોમાં પીએમ મોદી કે તેમનો કોઇપણ પ્રતિનિધિ શિલાન્યાસ કે લોકાર્પણ કરી શકશે નહીં.
विज्ञापन
3/ 8
મોદી સરકાર તરફથી સરકારી ખર્ચથી એવું આયોજન પણ નહીં કરી શકાય જે કોઈપણ દળને વિશેષ લાભ પહોંચાડતું હોય. આની ઉપર નજર રાખવા માટે ચૂંટણી પંચ પર્યવેક્ષકની નિમણુક કરે છે.
4/ 8
ચૂંટણી દરમિયાન પ્રધાનમંત્રી મોદી કે તેમનો કોઈ મંત્રી સરકારી પ્રવાસનો ચૂંટણી માટે ઉપયોગ કરી શકશે નહીં. સરકારી સંસાધનોનો ચૂંટણી માટે ઉપયોગ કરાશે નહીં. કોઈપણ સત્તાધારી નેતા સરકારી વાહનો અને ભવનોનો ચૂંટણી માટે ઉપયોગ કરી શકશે નહીં.
5/ 8
હવે પીએમ મોદીએ પણ સરઘસ કાઢવા કે રેલી અને બેઠક કરવા માટે ચૂંટણી પંચ પાસેથી મંજૂરી લેવી પડશે. મંજૂરી વગર રેલી કાઢી શકશે નહીં, તેની જાણકારી પણ નજીકના પોલીસ સ્ટેશનમાં આપવી પડ છે.
विज्ञापन
6/ 8
મોદી સરકાર તરફથી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ સરકારી ભરતી કરી શકાશે નહીં.
7/ 8
ચૂંટણી દરમિયાન મતદાન કેન્દ્રોની આસપાસ ચૂંટણી ચિન્હોનું પ્રદર્શન કરાશે નહીં. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પીએમ મોદીની કમળ સાથેની સેલ્ફી ઘણો ચર્ચાનો વિષય બની હતી. જે તેમણે વોટ આપ્યા પછી મતદાન સ્થળે ખેંચી હતી.
8/ 8
હેલીપેડ, મીટિંગ ગ્રાઉન્ડ, બંગલા, સરકારી ગેસ્ટ હાઉસ વગેરે જેવા સાર્વજનિક સ્થળો ઉપર બીજેપી કે એનડીએના ઉમદેવારનો એકાધિકાર કરાશે નહીં. આ સ્થાનોને પ્રતિસ્પર્ધી ઉમેદવાર વચ્ચે સમાન રુપથી ઉપયોગ કરાશે.