રાહુલ ગાંધીએ પંજાબના લુધિયાનામાં રેલીને સંબોધિત કરતા પહેલા ટ્રેક્ટર ચલાવ્યું હતું. આ દરમિયાન તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ અને પંજાબ કોંગ્રેસના ઇન્ચાર્જ આશા કુમારી પણ હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે લોકસભા ચૂંટણી સારી રીતે ચાલી રહી છે અને આ વખતે કોંગ્રેસ જીતશે.
2/ 5
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સીટ કેટલી આવશે તે ઉપર હું વાત કરીશ નહીં. જોકે આ વખતે નવી સરકાર બનશે. દેશનો મૂડ પોઝિટિવ છે.
3/ 5
રાહુલે કહ્યું હતું કે જીએસટી, નોટબંધી, ખેડૂતોની સ્થિતિથી દેશ ખરાબ થયો છે. સ્વામિનાથન રિપોર્ટ લાગુ કરવાના સવાલ પર કહ્યું હતું કે આ વિશે ખેડૂતો સાથે વાત કરશે. સ્વામિનાથન રિપોર્ટને સ્ટડી કરશે. ખેડૂતો માટે અલગ બજેટ બનશે અને કાયદા બદલીશું.
4/ 5
પશ્ચિમ બંગાળની હિંસા ઉપર રાહુલે કહ્યું હતું કે મોદી જ્યાં ખોટુ બોલશે ત્યાં હિંસા તો થશે જ. દેવું ન ચુકવનાર ખેડૂતોને જેલમાં મોકલીશું નહીં. અમે નીરવ મોદીને જેલમાં પુરીશું.
5/ 5
રાહુલ ગાંધીએ 1984 ઉપર સૈમ પિત્રોડાના નિવેદનને ખોટુ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે તેમણે જે કહ્યું કે ખોટુ કહ્યું છે.