જમ્મુ કાશ્મીરમાં તણાવપૂર્ણ સ્થિતિ બનેલી છે. કાશ્મીરમાં ધારા 144 લગાડવામાં આવી છે. રવિવારે મોડી રાત્રે પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તી અને નેશનલ કોન્ફરન્સ નેતા ઉમર અબ્દુલ્લાને નજરબંધ કરવામાં આવ્યા છે. અહીં મોટી સંખ્યામાં સેનાને તેનાત કરવામાં આવી છે. દિલ્હીમાં પણ કેબિનેટ મિટીંગ થઇ રહી છે. આ તમામ સસ્પેન્સની વચ્ચે હાલ સોશિયલ મીડિયામાં જમ્મુ કાશ્મીરને હોટ ટોપિક બની ગયું છે. #KashmirParFinalFight નામનો હેશટેગ ટોપ ટ્રેન્ડમાં રન કરી રહ્યો છે. અને અનેક લોકો જમ્મુ કાશ્મીર પર ચાલી રહેલા સસ્પેન્શને લઇને અલગ અલગ ટિપ્પણી કરી રહ્યા છે જે ખરેખર રસપ્રદ છે.