ભારતમાં લોકસભાની ચૂંટણી-2019ની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. 11 એપ્રિલે પ્રથમ તબક્કામાં મતદાન યોજાશે અને 23 મે ના રોજ મતગણતરી થશે. ચૂંટણીની વાત આવે એટલે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન(EVM)નો ઉલ્લેખ આવે છે. (બધી તસવીરો - પ્રતિકાત્મક છે.)
2/ 8
દુનિયામાં ભારત સૌથી મોટો લોકતાંત્રિક દેશ છે. વસ્તી ચીનમાં વધારે છે પણ તે લોકતાંત્રિક નહીં પણ સામ્યવાદી દેશ છે. ભારતમાં પ્રથમ વખત ઇવીએમનો ઉપયોગ 1982માં કેરળના પારુર વિધાનસભામાં થયો હતો.
विज्ञापन
3/ 8
બીજી વખત 1999માં લોકસભા ચૂંટણીમાં EVMનો પ્રયોગ કેટલીક સીટો ઉપર કરવામાં આવ્યો હતો. 2004ની લોકસભા ચૂંટણી પછી ભારતમાં બધી લોકસભા, રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં મતદાન ઇવીએમ દ્વારા થાય છે.
4/ 8
આખી દુનિયામાં 195 દેશ છે પણ ફક્ત 20 દેશોમાં ચૂંટણી માટે ઇવીએમનો ઉપયોગ કરવામાં આવે છે. 20 દેશોમાંથી 6 દેશોમાં EVMદ્વારા ચૂંટણી કરાવવાનું શરુઆતના સ્ટેજમાં છે.
5/ 8
ઇવીએમનો ઉપયોગ ભારત સિવાય બ્રાઝિલ, ફિલિપાઇન્સ, બેલ્જિયમ, એસ્ટોનિયા, સંયુક્ત અરબ અમિરાત, વેનેઝુએલા, જોર્ડન, માલદીવ, નામીબિયા, નેપાળ, ભૂટાન, ઇજિપ્તમાં કરવામાં આવી રહ્યો છે.
विज्ञापन
6/ 8
ઘણા દેશોમાં ઇવીએમના ઉપયોગ પછી તેના ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આવા દેશોમાં જર્મની, નેધરલેન્ડ્સ, ઇટાલી અને અમેરિકા સામેલ છે. ઇવીએમ પર પ્રતિબંધ લગાવવાનું કારણ સિક્યોરિટી અને એક્યુરેસીને લઈને સવાલ ઉઠતા હતા.
7/ 8
આયરલેન્ડમાં ઇવીએમ પર પ્રતિબંધ છે. નેધરલેન્ડે 2006માં તેના ઉપર પ્રતિબંધ મુકી દીધો બતો. 2009માં જર્મનીના સુપ્રીમ કોર્ટે ઇવીએમને અસંવૈધાનિક ગણાવ્યું હતું અને પ્રતિબંધ લગાવ્યો હતો. આ દેશોમાં ફરી બેલેટ પેપરનો ઉપયોગ થાય છે. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સમાં ક્યારેય ઇવીએમનો ઉપયોગ થયો નથી.
8/ 8
ભારતમાં ઇવીએમનું નિર્માણ થાય છે. ઇવીએમને બેંગલુરુની ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ અને બીજી હૈદરાબાદની ઇલેક્ટ્રોનિક કોર્પ ઓફ ઇન્ડિયામાં બનાવવામાં આવે છે. ભારત નિર્મિત ઇવીએમ ખરીદનાર દેશમાં નેપાળ, નામીબિયા, કેન્યા અને ભૂટાન સામેલ છે.