અમદાવાદ: ત્રીપલ તલાક પર ઘણાં સમયથી ખુબ વાતો દેશમાં ચાલી રહી છે. તેનાં વિરોધમાં આવેલાં પ્રધાનમંત્રી મોદીનાં નિવેદન બાદ ફરી એક વખત આ મામલો ઉઠ્યો અને આખરે ત્રિપલ તલાકનું બીલ સંસદમાં પાસ થયું. અને હવેથી ત્રીપલ તલાક ગેરમાન્ય ઠેરવાયા. ત્યારે ત્રિપલ તલાક મામલે જોડાયેલા આ શબ્દો તેનાંથી પણ વધુ ગુંચવણ ભરેલા છે. હલાલા, હુલ્લા, મુહલ્લિલ, ઇદ્દત અને ખુલા. ચાલો જાણીએ શું છે આ તમામ શબ્દોનો અર્થ
'ત્રીપલ તલાક'
મુસ્લિમ પર્સનલ લો બોર્ડની ફેસબુક વોલથી આ શબ્દોને સમજ્યા વગર ત્રીપલ તલાકને સહેલાઇથી સમજી શકાશએ નહીં. ત્યારે સૌથી પહેલાં જાણવું જરૂરી છે કે દરેક ધર્મની જેમ ઇસ્લામમાં પણ
તલાકને વૈવાહિક સંબંધમાં આવેલી ખટાશ બાદ અંતિમ વિકલ્પનાં રૂપમાં જોવામાં આવે છે. સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવે છે કે તલાકની નૌબત ન આવે. પરિવાર સહિત તમામ સંબંધીઓ પણ સંબંધો બચાવવાની જવાબદારી લેવીની વાત ઇસ્લામિક ધર્મગ્રંથોમાં કરવામાં આવી છે. આગળ વાંચો ત્રીપલ તલાક આપવા પર થશે સામાજીક બહિષ્કાર, મુફ્તી આપશે ફતવો.
'ત્રીપલ તલાકનો અર્થ'
ત્રીપલ તલાકનો અર્થ એ જરાં પણ નથી કે એક વખતમાં તલાક, તલાક, તલાક બોલી દો અને સંબંધ પૂર્ણ. ત્રણ તલાક થવામાં 3 મહિના કે તેથી વધુનો સમય લાગે છે. જો કોઇ મહિલા અને પુરુષનાં સંબંધોમાં ખટાશ આવી ગઇ હોય અને તેમાં સુધારો થવાનાં કોઇ જ આસાર ન હોય તો તે કાજી અને સાક્ષીની સામે પુરૂષ મહિલાને પહેલાં તલાક આપે છે. જે બાદ આશરે 40 દિવસ તેઓ સાથે વિતાવે છે પણ શારીરિક સંબંધ બાંધતા નથી. આ વચ્ચે જો લાગે છે કે તેમનો નિર્ણય ખોટો છે કે કંઇ જલ્દબાજી થઇ ગઇ છે તો તે બધાને તે જણાવીને ફરી સાથે રહી શકે છે. પણ જો આ સમયમાં તેમનાં
વચ્ચે કંઇ જ બરાબર નથી થતુ તો પુરૂષ તે સૌની સામે ફરી બીજી વખત તલાક આપે છે અને તે બાદ ફરી એક વખત એટલો જ સમય પતિ-પત્ની ફરી એક સાથે વિતાવે છે. તે બાદ પણ જો બંનેનાં સંબંધોમાં સુધાર નથી આવતો તો તેઓ ત્રીજી વખત તલાક આપીને હમેશા માટે અલગ થઇ શકે છે.
'ઇદ્દતનો અર્થ'
તલાક બાદ યુવતી તેનાં પિયર પાછી જતી રહે છે અનેઇદ્દતનાં ત્રણ મહિના 10 દિવસ કોઇપણ પારકાં પુરૂષની સામે આવ્યા વગર વિતાવે છે. તેથી તે યુવતી પ્રેગ્નેન્ટ હોય તો આ વાત સામે આવી જાય. અને કોઇ તેનાં ચરિત્ર પર શંકા ન ઉઠાવી શકે. અને તેનાં બાળકને 'નાજાયઝ' (અનૌરસ) ન કહી શકે. આ પાછળ પણ સમાજની પુરૂષવાદી માનસિકતા જ છે કારણ કે ધર્મ ચાહે કોઇપણ હોય સમાજમાં યુવતી જ પરિવારની ઇજ્જત ગણાય છે.
'હલાલાનો અર્થ'
હલાલા એટલે 'નિકાહ હલાલા'. શરિયત પ્રમાણે, જો એક પુરૂષે મહિલાને તલાક આપી દીધા છે તો તે પુરૂષ તે જ મહિલા સાથે ફરી વખત ત્યાં સુધી લગ્ન નથી કરી શકતો જ્યાં સુધી મહિલા કોઇ બીજા પુરૂષ સાથે લગ્ન કરી તલાક ન લઇ લે. મહિલાનાં આ બીજા લગ્ન 'નિકાહ હલાલા' કહેવાય છે. તેની પાછળ એક ખુબજ વાહિયાત કારણ આપવામાં આવ્યું છે જે આજની ભણેલી-ગણેલી પેઢીનાં ગળા નીચે કદાચ જ ઉતરે. કહેવાય છે કે, મહિલાનાં બીજા મર્દ સાથે લગ્ન કર્યા બાદ સંબંધ બનાવવાથી તેનાં પહેલાં પતિને દુખ પહોંચે છે અને તેને પોતાની ભૂલનો અહેસાસ થાય છે. આ પ્રથાની આડમાં ઘણી વખત મહિલાએ જબરદસ્તી બીજા લગ્ન કરાવી તેની સાથે બલાત્કાર કરાવવામાં આવે છે. તેથી તે મહિલાનાં ફરી તેનાં પહેલાં પતિ સાથે લગ્ન થઇ શકે. ગત વર્ષે એવાં ઘણાં કેસીસ સામે આવ્યા છે જેમાં હલાલાનો પણ મોટો વેપાર થતો હોય છે. આ માટે લગ્ન કરવા અને શરીર સુખ માણવાનાં જે-તે પુરૂષ પૈસા લેતો હોય છે અને આ રકમ 70 હજારથી એક લાખ સુધીની હોય છે.
બીજા લગ્નનાં તલાક બાદ યુવતી તેનાં પિયર પરત આવે છે અને ઇદ્દતમાં ત્રણ મહિના 10 દિવસ વિતાવે છે. આ સમયમાં તે પર પુરૂષની સામે નથી આવતી આ ઇદ્દતનો સમય પૂર્ણ કર્યા બાદ યુવતી તેની મરજી હોય તેની સાથે લગ્ન કરી શકે છે. કારણ કે તલાક એકબીજાની નારાજગી બાદ જ થયા હોય છે તેથી ફરી વખત પહેલાં પતિ સાથે લગ્નની ગુંજાઇશ રહેતી નથી. પણ સચ્ચાઇ તો એ છે કે મહિલાની મરજીથી ભાગ્યે જ નિર્ણય લેવાય છે મોટાભાગનાં કિસ્સાઓમાં સમાજ ની ઇચ્છાને જ માન અપાય છે. એવામાં જો પુરૂષ ફરી તેની પહેલી તલાકશુદા પત્ની સાથે લગ્ન કરવા માંગે તો તે કરી શકે છે.
ઇસ્લામમાં અસલ હલાલાનો અર્થ એ થાય છે કે એક તલાકશુદા મહિલા તેની મરજીથી કોઇ અન્ય પુરૂષ સાથે લગ્ન કરે છે અને કોઇ કારણોસર તેમનાં સંબંધો ન ટકી શકે અથવા તો તેનો બીજો પતિ પણ તેને તલાક આપી દે કે પછી તેનું મૃત્યુ થઇ જાય તો આ સ્થિતિમાં તે મહિલા પહેલા પતિ સાથે ફરી નિકાહ કરી શકે છે. આ અસલ ઇસ્લામિક હલાલા છે પણ તેમાં પોતાની સહુલિય પ્રમાણે કાજી-મૌલવી સાથે મળીને લોકો પ્રયોગ કરે છે અને તેની જ ઉપજ છે હુલ્લા. (આગળ જાણો શું છે હુલ્લા)
હલાલાનું નવું રૂપ છે 'હુલ્લા'
આમ તો આ પ્રકારની પરિસ્થિતિ કે જેમાં પહેલો પતિ તેની પત્ની સાથે લગ્ન કરવા ઇચ્છે છે તે ભાગ્યે જ બને છે. પણ મોટે ભાગે એવું બને છે કે ત્રણ તલાકની સરળતાને કારણે વગર સમજે-વિચાર્યે પુરૂષ ત્રણ વખત તલાક બોલી નાંખે છે અને બાદમાં તેની ભૂલનો તેને અહેસાસ થાય છે અને તે તેનાં સંબંધ તે જ મહિલા સાથે આગળ પણ વધારવા માંગે છે. એવામાં આવી પરિસ્થિતિ જોવા મળે છે કે ફરીથી સંબંધ જોડવા માટે પહેલાં 'નિકાહ હલાલા' થવા જરૂરી છે. એવામાં ઇસ્લામનાં હિસાબે જાણી જોઇને કે પછી પ્લાન બનાવીને કોઇ અન્ય પુરૂષ સાથે લગ્ન કરાવવામાં આવે છે અને પછી ફક્ત એક રાત બાદ એટલે તલાક લેવા કારણ કે તે તેનાં પહેલાં પતિ સાથે નિકાહ કરી શકે. આ ષડયંત્ર નાપાક છે. પણ આ તમામનું ઇન્તેઝામ થાય છે.
શું છે 'તહલીલી'
શરિયા અનુસાર, પત્ની પોતે તલાક નથી લઇ શકતી. તેણે તેનાં શૌહર પાસેથી તલાક માંગવો પડશે. તહલીલી એટલે નિકાહ સાથે તલાક. જે વ્યક્તિ 'હુલ્લા' એટલે કે મહિલા સાથે લગ્ન કરીને કોઇ
સંબંધ સ્થાપિત કર્યા વગર તેને તલાક આપવા રાજી થાય તેને તહલીલી કહે છે. આ નિકાહની સાથે જ મહિલાને તલાક આપી દે છે તેથી તે તેનાં પહેલા પતિ સાથે ફરી લગ્ન કરી શકે.
શું છે 'ખુલા'
શરિયા મુજબ જો પત્ની તલાક ઇચ્છે છે તો તેને શૌહર પાસે તલાક માંગવા પડશે. કારણ કે તે પોતે તલાક આપી શકતી નથી. શૌહર તલાક માંગ્યા બાદ પણ જો આપતો નથી તો પત્ની શહર કાજી (જજ) પાસે ઝઇને તેનાં શૌહરથી તલાક અપાવવાં કહે છે. ઇસ્લામમાં કાજીને આ હક આપવામાં આવ્યો છે કે તે તેમનો સંબંધ પૂર્ણ કરવાની જાહેરાત કરી દે જેથી તેમના તલાક થઇ જાય. તેને 'ખુલા'કહેવામાં આવે છે.
આ તમામ વાતોથી સ્પષ્ટ થાય છે કે ત્રિપલ તલાકનાં ઘણાં બધા પ્રાવદાન મહિલાઓ વિરોધી છે. સાથે જ તે સ્પષ્ટ થાય છે કે મૌલવીઓની મીલીભગતથી ઘણાં લોકો તેને પોતાની મનમરજીથી
ચલાવે છે. આ ચાલાક લોકો નિકાહ જેવાં પાક સંબંધ પરથી ભરોસો ઉઠાવી દેવાનું કામ કરે છે. આવી પરિસ્થિતિમાંથી પસાર થતી મહિલાઓની જીંદગી નરકથી કમ નથી થઇ જતી.