કાશ્મીરમાં થયેલી હિમવર્ષાને કારણે કાશ્મીર વેલી અને જમ્મુમાં થયેલી વર્ષાને કારણે ત્યાં રહેતી જનતાનાં જીવન પર ઘણી જ વિપરીત અસર પડી છે. આને કારણે લોકોને ઘરમાં રહેવું પડે છે, ઘણાં વિસ્તારમાં વિજળી પણ નથી તથા વાહનવ્યવહાર અને વિમાન સેવાને અસર થઈ છે.(Image: AP)
2/ 8
ગઇકાલે શ્રીનગર એરપોર્ટ પરથી 26થી વઘુ ફ્લાઈટના શેડયુલ ફેરવાયા હતા અને 15 ફ્લાઈટ રદ થઈ હતી. કેદારનાથમાં પણ ફરીથી બરફવર્ષા થતા જનજીવનને અસર થઈ હતી. (Image: AP)
3/ 8
જમ્મુ અને કાશ્મીરમાં ભારે બરફવર્ષા અને હિમસ્ખલનને પગલે જમ્મુ-શ્રીનગર હાઈવે બંધ કરવો પડયો હતો. હવામાન વિભાગે ફેબુ્રઆરીની પાંચથી આઠ સુધી કાશ્મીરમાં ફરી ભારે બરફવર્ષા અને વરસાદની આગાહી કરી છે. (Image: AP)
4/ 8
હવામાન વિભાગે જણાવ્યું હતું કે પિરપંજાલ પર્વતમાળામાં બારામુલ્લા સુધી ભારે વરસાદ થશે. શ્રીનગરમાં આજે તાપમાન 0.2 ડિગ્રી નોંધાયું હતું અને ગુલમર્ગમાં પાંચ ડિગ્રી તાપમાન રહ્યું હતું.(Image: AP)
5/ 8
હિમાચલ પ્રદેશમાં હિમસ્ખલનની ચેતવણી આપી વહીવટીતંત્રે પ્રવાસીઓને ઊંચાઈવાળા વિસ્તારમાં ન જવા સલાહ આપી હતી. ચમ્બા, શિમલા, કુલ્લુ અને કિન્નોર જિલ્લામાં બચાવ ટુકડીને તૈનાત કરાઈ હતી.(Image: AP)
6/ 8
હવામાન વિભાગે ઉત્તરાખંડમાં ભારે બરફવર્ષા અને કરા સાથે તોફાનની આગાહી કરી હતી.(Image: AP)