ઉત્તર પ્રદેશનું આ ન્યુ આગ્રા પોલીસ સ્ટેશન છે જે ક્ષેત્રમાં 2014માં એક હંગામાની ઘટના પછી ઘટનાસ્થળથી હનુમાન જી ની મૂર્તિ ઉઠાવીને પોલીસ સ્ટેશનમાં બંધ કરી દીધી હતી. સતત ચાર વર્ષથી મૂર્તિ બંધ છે. જોકે કેટલાક દિવસ પહેલા એક સંગઠનના કેટલાક લોકોએ હંગામો કરતા માંગણી કરી હતી કે હનુમાન જી ને પોલીસ સ્ટેશનમાંથી આઝાદ કરવામાં આવે.
વૃક્ષની નીચે જ હનુમાન જી ની મૂર્તિ છેલ્લા ચાર વર્ષથી ન્યૂ આગરાના માલખાનામાં બંધ છે. જોકે હંગામા પછી મૂર્તિને હવે બહાર રાખી દેવામાં આવી છે. સંગઠનની માંગણી પર મૂર્તિની પૂજા-અર્ચના પણ થઈ રહી છે. મૂર્તિને સ્ટેશનની અંદર એક મંદિરમા જ સ્થાન આપવામાં આવ્યું છે. જોકે સંગઠનના લોકો મૂર્તિને આઝાદ કરવાની માંગણી કરી રહ્યા છે.
હનુમાન જી ને સ્ટેશનમાંથી આઝાદ કરવાની માંગણી કરી રહેલા ગોવિંદ પારાશરનું કહેવું છે કે ન્યુ આગરાના ઇન્સપેક્ટર આદિત્ય કુમાર યાદવે કહ્યું છે કે હનુમાન જી ની મૂર્તિ પ્રોપર્ટી કેસ છે. જેને કોર્ટની મંજુરી પછી જ રિલીઝ કરવામાં આવી શકે છે. ભગવાનની મૂર્તિ સ્ટેશનમાં બંધ કેમ છે તેને લઈને આ મુદ્દે કાયદાના જાણકારની સલાહ લેવામાં આવી રહી છે.