

એક રાજનેતા સાથે કરુણાનિધિ તમિલ સિનેમા જગતમાં એક નાટ્યકાર અને પટકથા લેખક પણ રહ્યા હતા. તેમના પ્રશંસક તેમને કલાઇનાર કહીને બોલાવતા હતા. તેનો મતલબ તમિલમાં વિદ્વાન થાય છે. (image credit: Facebook@Kalaignar89)


પ્રથમ વખત કરુણાનિધિએ 1969માં મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. આ વર્ષે ડીએમકેના સંસ્થાપક સીએન અન્નાદુરાઈના મોત પછી કરુણાનિધિના હાથમાં જ પાર્ટીની કમાન રહી હતી.(image credit: Facebook@Kalaignar89)


કરુણાનિધિ તિરુચિરાપલ્લી જિલ્લામાંથી કુલિથાલાઇ વિધાનસભામાં 1957માં તામિલનાડુ વિધાનસભામાં પ્રથમ વખત ચુંટાયા હતા. 1961માં તે ડીએમકે કોષાધ્યક્ષ બન્યા અને 1962માં રાજ્ય વિધાનસભામાં વિપક્ષના ઉપનેતા બન્યા હતા. 1967માં ડીએમકે સત્તામાં આવી તો કરુણાનિધિ સાર્વજનિક કાર્ય મંત્રી બન્યા હતા.(image credit: Facebook@Kalaignar89)


કરુણાનિધિએ ફક્ત 14 વર્ષની ઉંમરમાં રાજનિતીમાં કદમ રાખ્યો હતો. દક્ષિણ ભારતમાં હિન્દી વિરોધી આંદોલનમાં તે સામેલ થયા હતા. સ્કૂલોમા હિન્દીને ફરજીયાત કરવા પર મોટી સંખ્યામાં યુવાનોએ વિરોધ કર્યો હતો. જેમાં કરુણાનિધિ પણ એક હતા. આ પછી તેમણે તમિલ ભાષાને હથિયાર બનાવી અને તમિલમાં પણ નાટક અને સ્ક્રિપ્ટ લખવા લાગ્યા હતા. (image credit: Facebook@Kalaignar89)


કરુણાનિધિએ ત્રણ લગ્ન કર્યા હતા. તેમની પ્રથમ પત્ની પદ્માવતી, બીજી પત્ની દયાલુ અમ્માલ અને ત્રીજી પત્ની રજતિ અમ્માલ છે. તેમને ચાર પુત્ર અને બે પુત્રીઓ છે. એમકે મુથુ પદ્માવતીના પુત્ર છે. જ્યારે એમકે સ્ટાલિન, એમકે અલાગિરી, એમકે તમિલરાસુ અને પુત્રી સેલ્વી દયાલુ અમ્માલના સંતાનો છે. તેમની ત્રીજી પત્ની રજતિથી પુત્રી કનિમોઝી છે.