રાજસ્થાનમાં મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહના મંચ પર જે નજારો જોવા મળ્યો તેનાથી સાબિત થાય છે કે રાજનીતિમાં કોઈ કાયમ દુશ્મન હોતું નથી. મોટા નેતા ચૂંટણી પછી બધુ ભુલી જાય છે. બીજી તરફ નાના કાર્યકરો ચૂંટણી પછી ઝઘડી પડે છે.(All Images PTI)
2/ 7
રાજસ્થાનમાં મુખ્યમંત્રીના શપથગ્રહણમાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે હાજર રહી હતી અને અશોક ગેહલોત, સચિન પાયલટને અભિનંદન પાઠવ્યા હતા. જ્યોતિરાદિત્ય સિંધિયાને ભેટી હતી. ઉલ્લેખનીય છે કે બંને ફોઇ અને ભત્રીજા છે.
विज्ञापन
3/ 7
અશોક ગેહલોતે રાજસ્થાનના મુખ્યમંત્રી અને સચિન પાયલટે ઉપ-મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
4/ 7
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ વસુંધરા રાજે સાથે મુલાકાત કરી હતી.
5/ 7
શપથ ગ્રહણ પછી વસુંધરા રાજેએ ટ્વિટ કર્યું હતું કે હું અશોક ગેહલોતને રાજસ્થાનના મુખ્યમંત્રી અને સચિન પાયલટને ઉપ-મુખ્યમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવું છું
विज्ञापन
6/ 7
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ સાથે વસુંધરા રાજે.
7/ 7
બીજી તરફ મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહમાં પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ જ્યારે મંચ પર પહોંચ્યા તો કમલનાથ તેમને મળવા પહોંચ્યા હતા. આ દરમિયાન જ્યોતિરાદિત્ય અને કમલનાથે શિવરાજનો હાથ પકડ્યો હતો અને જનતાનું અભિવાદન કર્યું હતું. (Image ANI)