બોલીવૂડ એક્ટર અને ગુરદાસપુરના સાંસદ સની દેઓલે એક મહિલાની મદદે દોડી આવી હાલ તમામની વાહવાઇ મેળવી છે. જલંધરની પાસે ભીખીવિંડમાં રહેતી 45 વર્ષીય વીના બેદીને નોકરીના નામ પર એક પાકિસ્તાની એજન્ટને વેંચવામાં આવી હતી. એજન્ટે નોકરીની વાત કહી મહિલાને ફસાવી હતી. કુવૈતમાં હાઉસ કિંપિંગ અને 30 હજારની માસિક પગારની વાત કહી કુવૈતમાં વીના સાથે મારપીટ અને કોટડીમાં પૂરી રાખવામાં આવી હતી.