અરુણ જેટલીનું લાંબી બીમારી બાદ આજે શનિવારે બપોરે 12.07 વાગ્યે દિલ્હીની એઇમ્સ હોસ્પિલમાં નિધન થઇ ગયુ છે. તેઓ 9 ઓગષ્ટથી એઇમ્સ હોસ્પિટલમાં દાખલ હતાં. ત્યારે આજે તેમનાં સ્વભાવ અને મિત્રતા વિશે વાત કરીએ તો જેટલીજી વિપક્ષનાં નેતાઓ સાથે પણ ખુબજ જિંદાદિલીથી મળતા. તેનો પુરાવો છે આ તસવીરો. વિપક્ષનો કાર્યક્રમ હોય કે નેતા હોય જ્યારે પણ અરૂણ જેટલી તેમની સાથે હોતા ત્યારે તેઓ ખુબજ સહજ રહેતા.