

દક્ષિણ આફ્રિકા (South Africa)સામે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે (India)203 રને વિજય મેળવ્યો છે. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે હવે 10 ઑક્ટોબરથી પૂણેમાં બીજી ટેસ્ટનો પ્રારંભ થશે. પ્રથમ ટેસ્ટમાં ભારતની જીતમાં આ પાંચ હીરો રહ્યા હતા.


રોહિત શર્મા - ટેસ્ટમાં પ્રથમ વખત ઓપનિંગ કરવા ઉતરેલા રોહિત શર્મા (Rohit Sharma) એ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં સદી ફટકારી ઇતિહાસ રચ્યો હતો. રોહિતે પ્રથમ ઇનિંગ્સમાં 176 અને બીજી ઇનિંગ્સમાં 127 રન બનાવ્યા હતા. રોહિતને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.


મયંક અગ્રવાલ - લાંબા સમયથી ઘરેલું ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનાર મયંક અગ્રવાલને (Mayank Aggarwal)ભારતમાં પ્રથમ મેચ રમવાની તક મળી હતી. મયંકે પ્રથમ ઇનિંગ્સમાં બેવડી સદી ફટકારી ઇતિહાસ રચી દીધો હતો. મયંકની બેવડી સદીની મદદથી ભારતે પ્રથમ ઇનિંગ્સમાં 502 રન બનાવ્યા હતા.


આર.અશ્વિન - અશ્વિન આ પહેલા પોતાની છેલ્લી ટેસ્ટ જાન્યુઆરી 2019માં રમ્યો હતો. અશ્વિન (R Ashwin)10 મહિના પછી ટીમ ઇન્ડિયામાં સામેલ થયો હતો અને તેણે પોતાને સાબિત કર્યો હતો. અશ્વિને પ્રથમ ઇનિંગ્સમાં 7 વિકેટ ઝડપી હતી, જેના કારણે ભારતને 71 રનની લીડ મળી હતી. અશ્વિને બીજી ઇનિંગ્સમાં એક વિકેટ ઝડપી હતી. તેણે મેચમાં 8 વિકેટ ઝડપી જીતના મહત્વનો ફાળો આપ્યો હતો.


જાડેજા - રવીન્દ્ર જાડેજા (Ravindra Jadeja)એ બોલિંગ અને બેટિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જાડેજાએ પ્રથમ ઇનિંગ્સમાં અણનમ 30 રન બનાવ્યા હતા અને 2 વિકેટ ઝડપી હતી. બીજી ઇનિંગ્સમાં આક્રમક 40 રનની ઇનિંગ્સ રમી હતી અને 4 વિકેટ ઝડપી હતી. જાડેજાએ એક ઓવરમાં 3વિકેટ ઝડપી મેચની બાજી પલટાવી નાખી હતી.