1/ 4


ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 26 જાન્યુઆરીના રોજ બીજી વન-ડે રમાશે. ભારત શ્રેણીમાં 2-0થી લીડ મેળવવા પ્રયત્ન કરશે. બીજી તરફ ન્યૂઝીલેન્ડ શ્રેણીમાં શ્રેણી બરાબરી કરવા પ્રયત્ન કરશે. પાંચ મેચની શ્રેણીમાં ભારત 1-0થી આગળ છે.
2/ 4


બીજી વન-ડે પહેલા ભારતીય ટીમે ઓવલમાં જોરદાર પ્રેક્ટિસ કરી હતી. ટીમ ઇન્ડિયા જ્યારે મેદાનમાં પ્રેક્ટિસ કરી હતી ત્યારે ન્યૂઝીલેન્ડના ખાસ સમુદાયે તેમના પારંપરિક અંદાજમાં ટીમનું સ્વાગત કર્યું હતું.
3/ 4


આ ખાસ સમુદાય છે માઓરી સમુદાય. માઓરી પ્રજાતિ ન્યૂઝીલેન્ડના મૂળ નિવાસી છે. ટીમ ઇન્ડિયાને માઓરી સંસ્કૃતિની જાણકારી આપી હતી.