

ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને આજે વિરાટ કોહલી પછી સૌથી મોટો મેચ વિનર કહેવામાં આવે તો ખોટું ગણાશે નહીં. આ બોલરે પોતાની દમદાર બોલિંગથી તરખાટ મચાવી રાખ્યો છે. બુમરાહની સ્લોઅર અને યોર્કર વિરોધી બેટ્સમેનોને સૌથી વધારે પરેશાન કરે છે. જોકે ઘણા ઓછો લોકો એ વાત જાણતા હશે કે બુમરાહે આવા શાનદાર યોર્કર નાખવાનું કેવી રીતે શીખ્યો? અમે તમને જણાવી છીએ બુમરાહના યોર્કર કિંગ બનવાની કહાની.


જસપ્રીત બુમરાહે જ્યારે 12 વર્ષનો હતો ત્યારે ઉનાળાની ગરમીમાં બપોરે ઘરની અંદર બોલિંગની પ્રેક્ટિસ કરતો હતો. બુમરાહ ઘરની અંદર બોલિંગ કરતો હતો ત્યારે ઘરની અંદર ઘણો અવાજ થતો હતો, જેથી તેની માતાની ઉંઘ બગડતી હતી. વારે ઘડીએ અવાજથી પરેશાન થઈને બુમરાહની માતાએ તેની સામે એક શરત રાખી હતી. માતાએ કહ્યું હતું કે બુમરાહને ત્યારે જ ઘરની અંદર રમવા દેશે જ્યારે તે બોલથી ઓછો અવાજ કરે. 12 વર્ષના બુમરાહે તેનો શાનદાર તોડ નિકાળ્યો હતો.


બુમરાહ બોલનો ટપ્પો તે જગ્યા ઉપર પાડવા લાગ્યો જ્યાં દિવાલની નીચે અડતી હોય. આ કારણે અવાજ ઓછો થવા લાગ્યો હતો અને જોત જોતામાં બુમરાહની યોર્કર પરફેક્ટ બની ગઈ હતી. જોકે બુમરાહે પોતાના યોર્કરને આઈપીએલની ટીમ મુંબઈ ઇન્ડિયન્સમાં રહીને વધારે ધારદાર બનાવી હતી. શ્રીલંકાના ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ બુમરાહને યોર્કર અને સ્લોઅર પર ઘણી બાબતો શીખવી હતી. જેના કારણે આજે તે એક દમદાર બોલર બની ગયો છે.