પૂર્વ લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચીની સેનાએ ભલે પીછેહટ કરી હોય પણ ભારતીય સેના તેની પર કડક નજર રાખી રહી છે. આ સમગ્ર ઘટનાક્રમથી પરિચિત ચાર અધિકારીઓએ જણાવ્યું કે બંને સેનાઓ 24 કલાકની અંદર 4 કિલોમીટરમાં બફર ઝોન બનાવાનો પ્રયાસ કરી રહી છે. ચીની સેના PLAના પેટ્રોલિંગ પોઇન્ટ 15 (હોટ સ્પ્રિંગ્સ)ની 2 કિલોમીટર પાછી ગઇ છે. અને બુધવાર સાંજ સુધી પીપી-17 (ગોગરા)થી પણ પીછેહટ કરશે. આ જ રીતે ભારતીય સૈનિકો પણ પીછેહટ કરી રહ્યા છે. સેનાના એક બીજા અધિકારીએ કહ્યું કે બંને સેનાઓ પહેલા જ ગલવાન ખીણમાં 4 કિમીમાં બફર ઝોન બનાવી રહી છે. ઉલ્લેખનીય છે કે ગલવાનમાં જ 15-16 જૂને થયેલી હિંસક ઝડપમાં ભારતના 20 સૈનિકો શહિદ થયા હતા.
ઉત્તરી સેનાના પૂર્વ કમાન્ડર રિટાયર્ડ લેફ્ટિનેંટ જનરલ ડીએસ હુડ્ડાએ કહ્યું કે આ પ્રક્રિયા ભવિષ્યમાં કોઇ હિંસક ઝડપની સંભાવનાને ખતમ કરે. અને બંને દેશની સૈના વચ્ચે કોઇ પણ પ્રકારના સંપર્કથી બચવાનો આ સારો ઉપાય છે. જ્યાં સુધી પરિસ્થિતિ સ્થિર નથી થતી ત્યાં સુધી બંને તરફથી આ વિસ્તારોમાં ગશ્ત લગાવાની છૂટ મળવી જોઇએ.
ત્યાં જ બીજા વિશેષજ્ઞોએ તે વાત પર જોર આપ્યું છે કે ભારત નક્કી કરેલી સમય સીમા પછી પોતાના જ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી શકે છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે ભારતે ધીરે ધીરે ક્ષેત્ર પોતાનું કરવાની ચીનની સલામી સ્લાઇસિંગની રણનીતિને ન ભૂલવું જોઇએ. તેમણે કહ્યું કે આપણે હંમેશા તે સુનિશ્ચિત કરતા રહેવું પડશે કે બફર ઝોનમાં કોઇ નવી સ્થિતિ ના બને. આ ખાલી હાલની સ્થિતિને ઠીક કરવા ડિસએગ્જમેન્ટ પ્રક્રિયાને સુવિધાજનક બનાવવા માટેનો એક અસ્થાયી ઉપાય બની શકે. સેનાએ આ ક્ષેત્રમાં આ બધુ પત્યા પછી પોતાના અધિકારોનો પૂરી રીતે ઉપયોગ કરવો જોઇએ.
બફર ઝોન બન્યા પછી બંને દેશોની સેના અહીં અસ્થાયી રૂપે પેટ્રોલીંગ નહી કરે. જો કે કેટલાક વિશેષજ્ઞો તેને એક આવશ્યક પલગું માન્યું છે. સાથે જ તેમણે ચેતવ્યા છે કે અસ્થાઇ રોક પછી પણ લાંબા સમય સુધી ભારતીય સેનાની હાજરી આ વિસ્તારમાં ઓછી ન થવી જોઇએ. એક અન્ય અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે સેનાએ પીએલએની વાપસી પર કડક નજર રાખવી જરૂરી છે. ભવિષ્યમાં કોઇ પણ અડચણથી બચાવા તમામ વસ્તુ અને પ્રક્રિયાને વેરિફાઇ કરવી જરૂરી છે.
વધુ એક અધિકારીએ કહ્યું કે સેના દ્વારા શરૂ કરવામાં આવેલ સત્યાપન પ્રક્રિયામાં UAV, ધ્યાન રાખતા અન્ય હવાઇ સાધન અને સેટેલાઇટ ઇમેજ દ્વારા આ વિસ્તાર પર ખાસ ધ્યાન રાખવામાં આવશે. વાયપ સેના પહેલા જ દિવસ રાત આ પર નજર રાખી છે. સાથે જ તમામ હવામાન સાનુકળતા કે અગવડતા વચ્ચે પણ શું વાયુસેના દ્વારા આ વિસ્તારમાં નજર રાખી શકાશે કે કેમ તેનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જેમાં ફ્રંટ લાઇન ફાઇટર જેટ્સ, અટેક હેલિકોપ્ટર અને મલ્ટી મિશન હેલિકોપ્ટરને પણ સામેલ કરવામાં આવશે.