ચીને શુક્રવારે અમેરિકા પર રશિયા સાથે તેના સંબંધો બગાડવાનો આરોપ મૂક્યો છે. તેણે કહ્યું કે બંને દેશોની વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી આ પ્રકારના દબાવને સહન કરવા માટે ખૂબ જ મજબૂત છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિઆને રશિયન વિદેશ પ્રધાન સેરગેઈ લવરોવને આપેલ નિવેદનની પ્રતિક્રિયા આપતાં આ વાત કરી હતી. (ફોટો સૌજન્ય- રોઇટર્સ)
નોંધનીય છે કે થોડા સમય પહેલા જ ચીની રાષ્ટ્રપતિએ તેની સૈનાને યુદ્ધ માટે તૈયાર રહેવાનું કહ્યું હતું. જે પછી ત્રીજા વિશ્વ યુદ્ધની આશંકા પણ સેવાઇ હતી. ઉલ્લેખનીય છે કે લદાખ ક્ષેત્રે ચીન અને ભારતની સેના વચ્ચે પણ હાલ તણાવપૂર્ણ સ્થિતિ બનેલી છે. તો બીજી તરફ અમેરિકા સાથે પણ ચીનના સંબંધો વધુને વધુ બગડી રહ્યા છે.