

PF અને પેન્શન ગ્રાહકોના હજારો કરોડ રૂપિયા ડુબવાનો ખતરો છે. IL&FS સંકટના કારણે પ્રોવિડન્ડ ફંડ અને પેન્શનર્સ ફંડ્સને નુકશાન ઉઠાવવું પડી શકે છે. જાણકારો અનુસાર, IL&FS અને તેની ગ્રુપ કંપનીઓમાં પ્રોવિડન્ડ ફંડ અને પેન્શનર્સ ફંડના લગભગ 15થી 20 હજાર કરોડ રૂપિયા લાગેલા છે, જો આ પૈસા ડુબી જાય તો પેન્શન ફંડનું રિટર્ન ઘટી શકે છે.


IL&FS પર 91 હજાર કરોડનું દેવુ - તમને જણાવી દઈએ કે, IL&FS ગંભીર નાણાકીય સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. કંપની પર 91000 કરોડ રૂપિયાનું દેવું છે. આનું 61 ટકા બેન્ક લોન, જ્યારે 33 ટકા ડિબેન્ચરો અને કોમર્શિયલ પેપરો દ્વારા આપવામાં આવેલું દેવું છે.


રેટિંગના ચક્કરમાં ફસાયા પૈસા - પ્રોવિડન્ડ ફંડ અને પેન્શન ફંડે IL&FSના બોન્ડ્સ ખરીદ્યા છે. IL&FSની ટ્રિપલ એ રેટિંગના કારણે બોન્ડ્સ ખરીદવામાં આવ્યા હતા. ટ્રીપલ એ રેટિંગવાળી કંપનીઓમાં રોકાણ સુરક્ષિત માનવામાં આવે છે અને સારૂ રિટર્ન્સ પણ આપે છે. પરંતુ IL&FS ડુબવાથી પૈસા ફસાઈ ગયા છે.