

ગરમીની શરૂઆત થતાં જ મોટાભાગના ઘરોમાં એસીના વપરાશમાં વધારો થયો હશે. આવામાં ગરમીથી રાહત તો આપે છે, પરંતુ મહિના અંતે તેનો ભાર વીજળીના બિલ પર પડે છે. જોકે, આના જવાબદાર આપણે પોતે જ છે. ગરમીમાં એસીનો ઉપયોગ કરતાં સમયે અમુક જરૂરી વાતોનું ધ્યાન રાખવામાં આવે તો વીજળીનું બિલ ઓછું આવી શકે છે.


એસીના ફિલ્ટરને સાફ કરો: એસી ચાલે છે ત્યારે તેની સામે લગાડવામાં આવેલા ફિલ્ટરમાં બધી ધૂળ ભેગી થાય છે. આને સાફ કરવું ઘણું સરળ છે. એસના કવરને ખોલતાં જ સામે બે ફિલ્ટર પડે હશે. આ પેડને સરળતાથી નીકળી શકાય છે અને સાફ કરી શકાય છે. આને સાફ કરવાથી એસની કંમ્પ્રેસર પર દબાણ ઓછું પડે છે અને વીજળીની બચત થાય છે.


એસી ચાલુ હોય ત્યારે સીલિંગ ફોન યુઝ ન કરો: એસી ચાલુ હોય ત્યારે મોટાભાગના લોકો સીલિંગ ફેન ચાલુ રાખે છે. જેના કારણે તેમને લાગે છે કે રૂમમાં ઠંડક સારી થઇ ગઇ છે. જોકે, સીલિંગ ફેન ચાલુ રાખવાથી કુલિંગ રૂમમાંથી બહાર નીકળી જાય છે. જેના કારણે ઓટોકટ થતાં તરત જ રૂમ ગરમ થઇ જાય છે. આવામાં એસી ફરી ઓન થઇ જાય છે.


નાનકડું ટેબલ ફેન યુઝ કરો: જો તમારે એસીની સાથે પવન જોઇએ છે તો તમે ટેબલ ફેન યુઝ કરી શકો છો. ટેબલ ફેન તમને પવન આપશે, જેના કારણે સમગ્ર રૂમમાં પવન નહીં ફેલાય. જેના કારણે એસી લાંબા સમય સુધી રૂમમાં કુલિંગ જાળવી રાખે છે.