

ઓટો ઇન્ડ્સ્ટ્રીમાં Hyundaiની કાર્સ દમદાર ફિચર્સ લાવવા માટે જાણીતી છે. હવે કંપની તેની નવી Santro હેચબેક કાર લઇને આવે છે. તેને ભારતીય બજારમાં સારી એવી પ્રતિક્રિયા મળે તેવી આશા છે. મળતી માહિતી મુજબ કંપની આ વર્ષે જ 23 ઓક્ટોબરનાં રોજ આ કાર લોન્ચ કરી શકે છે. તે સમયે દિવાળી છે. એવામાં કંપનીને તેમની ગાડીને કસ્ટમર્સ આવકારશે તેવી આશા છે.


આ ઉપરાંત એક દમદાર ફિચરને કારણે Santroને માર્કેટમાં ખાસ સ્થાન મળી શકે છે. તેમાં છે રેર AC વેન્ટ્સ. સેફ્ટી ફિચર્સની વાત કરીએ તો ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ અને ABS સ્ટાન્ડર્ડ તરીકે મળશે. સાથે જ તેમાં આગામી સુરક્ષા નિયમોને ધ્યાનમાં રાખીને રેર પાર્કિંગ સેન્સર પણ આપવામાં આવી શકે છે.


આ ઉપરાંત નવી Santro પહેલી કાર હોઇ શકે છે જેમાં ઓટોમેટેડ મેન્યુઅલ ગિયરબોક્સ પણ હશે. Hyundaiએ 1.1 લીટર એપ્સિલોન પેટ્રોલ એન્જિનનું એક અપડેટેડ વર્ઝન 5 સ્પીડ મેન્યુઅલ અને એક 5 સ્પીડ AMT ગેરબોક્સની સાથે આવશે.