

હુંડાઈ ગાડીઓની ફ્યૂલ ઈકોનોમી વધારવા માટે નવી ટેક્નોલોજી લઈને આવી છે. આ ટેક્નોલોજીની મદદથી કંપની હાઈબ્રિડ કારની ફ્યૂલ ઈકોનોમી વધારવાનો પ્રયાસ કરશે. હુંડાઈએ દુનિયાની પહેલી એવી ટેક્નોલોજી ડેવલપ કરી છે, જે એક સેકન્ડમાં 500 વખત ગેર શિફ્ટનું મોનિટરિંગ કરશે. આ ટેક્નોલોજીનું નામ એક્ટિવ શિફ્ટ કન્ટ્રોલ (ASC) છે.


શું કહેવું છે કંપનીનું<br />કંપનીનું કહેવું છે કે, ASC ટ્રાંસમિશન એફિશિએન્સીને 30 ટકા સુધી શાનદાર બનાવશે અને ક્વિકર શિફ્ટ ટાઈમ્સ પ્રોવાઈડ કરાવશે. ASCની કમાંડ હાઈબ્રિડ કંટ્રોલ યૂનિટ (HCU) છે, જેનો મતલબ એ છે કે, આ ટેક્નોલોજી હાલમાં માત્ર હુંડાઈ અને Kiaની આવનારી હાઈબ્રિડ ગાડીઓમાં જ જોવા મળશે.


કેવી રીતે કામ કરશે ટેક્નોલોજી<br />HCU 500 ટાઈમ્સ પર સેકન્ડના હિસાબથી ઈલેક્ટ્રીક મોટરમાં રહેલા એક સેન્સરની મદદથી ટ્રાંસમિશનની રોટેશન સ્પીડને મોનિટર કરે છે, અને શિફ્ટ ટાઈમને 500msથી 350ms પર લઈ જાય છે, જેથી રોટેશન સ્પીડને એન્જિનની સાથે સિન્ક્રોનાઈઝ કરી શકાય. હુંડાઈ મોટર ગ્રુપના વાઈસ પ્રેસિડન્ટ અને પાવરટ્રેન કન્ટ્રોલ સિસ્ટમ ગ્રુપના હેડ KyoungJoon Changનું કહેવું છે કે, દુનિયાની પહેલી ASC ટેક્નોલોજી બનાવવી તે એક શાનદાર ઈનોવેશન છે. આ માત્ર ફ્યૂલની જ બચત નહીં કરે પરંતુ, ગ્રાહકોને ડ્રાઈવિંગ માટે શાનદાર એક્સપીરિયંસ પણ આપશે.