1/ 5


બનાસકાંઠામાં પતિએ પત્નીની હત્યા કર્યા બાદ ઝાડ સાથે દોરી વડે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કર્યાની ઘટના બની હતી. વારંવાર થતાં ઝઘડાના કારણે ઉશ્કેરાયેલા પતિએ આ પગલું ભર્યું હોવાનું સુત્રો જણાવ્યી રહ્યા છે. આ અંગે પોલીસને જાણ થતાં થરાદ પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને પ્રાથમિક તપાસ હાથધરી હતી. (આનંદ જયસ્વાલ)
2/ 5


મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠાના થરાદના ઉદરાણા ગામે પતિ-પત્ની રહેતા હતા. આજે શનિવારે પતિએ પત્નીની હત્યા કર્યા બાદ ઘરની બહાર આવેલા ઝાડ સાથે દોરી વડે લટકીને ગળાફાંસો ખાધો હતો.
3/ 5


સુત્રોના જણાવ્યા પ્રમાણે પતિ પત્ની વચ્ચે અવાર નવાર ઝઘડા થતાં હતા. જેના કારણે પતિની માનસિક સ્થિતિ ખરાબ થઇ હતી જેના પગલે આ કૃત્ય આચર્યું હતું.