

29 એપ્રિલના રોજ એક અનોખી ખગોળીય ઘટના બ્રહ્માંડમાં થવાની છે. જે અંતર્ગત માઉન્ટ એવરેસ્ટની અડધી ઊંચાઇ બરાબર એક આકાશી પિંડ પૃથ્વીની બહુ નજીકથી પસાર થશે. જો કે ચિંતાની કોઇ વાત નથી કારણ કે નાસાએ સ્પષ્ટ કર્યું છે કે આ પહાડ જેવો ઉલ્કાપીંડ પૃથ્વી સાથે કોઇ પણ રીતે ટકરાશે નહીં. બસ તે પૃથ્વીની બહારથી પસાર થઇ જશે. ઉલ્લેખનીય છે આ પહેલા પણ અનેક વાર મોટા ઉલ્કાપીંડ પૃથ્વીની પાસેથી પસાર થઇ ચૂક્યા છે. જેણે ખગોળશાસ્ત્રીઓનો ઉત્સાહ વધાર્યો છે.


ઉલ્લેખનીય છે કે આ આકાશી પીંડ 4.1 કિલોમીટર જેટલો વ્યાસ ધરાવે છે. આ મોટો આકાશી પીંડ સવારે 4:56 કલાકે 31320 પ્રતિ કલાકની ગતિથી પૃથ્વીની પાસેથી પસાર થશે. આ સમયે તે ધરતીથી 3.9 મિલિયન માઇલ્સ દૂર હશે.


જો કે લોકડાઉનના સમયમાં તમે પણ આ ખગોળીય ઘટનાને જોવાનું વિચારતા હોવ તો તમને જણાવી દઇએ કે તેને જોવા માટે તમારે ટેલિસ્કોપની જરૂર પડશે. નરી આંખે તમે આ નજરો નહીં જોઇ શકો.


અમેરિકાની અંતરીક્ષ શોધ અનુસંધાન એજન્સી એટલે કે નાસાને આ આકાશી પીંડ વિષે વર્ષ 1998માં ખબર પડી હતી. તે પછી વૈજ્ઞાનિકોએ તેને 52766 અને 1998માં ઓઆર-2 નામ આપ્યું હતું. જો કે તેના મોટો આકારના કારણે વૈજ્ઞાનિકો સતત તેની પર નજર બનાવી રાખતા હતા.


ઉલ્લેખનીય છે કે 4.5 અરબ વર્ષ પહેલા જ્યારે સૌરમંડલનું નિર્માણ થયું ત્યારે આવા અનેક આકાશી પીંડ કે જે ગ્રહનો આકાર ન લઇ શક્યા તે આકાશમાં ફરવા લાગ્યા. આવા આકાશી પીંડ અનેક વાર સૌરમંડળના ચક્કર પસાર કરતા રહેતા રહેતા હાય છે. જો કે આવા કોઇ આકાશી પીંડની પૃથ્વી સાથે ટકરાવવાની સંભાવના 20 મિલિયન વર્ષમાં એક વાર જ બને છે.