

મેષઃ આજે ચંદ્રમા દિવસભર તમારી રાશિના કર્મભાવમાં રહેશે. આજનો દિવસ તમારા માટે બહુ સારો રહેશે. આજે તમને મહત્વના પ્રયાસોમાં સફળતા મળશે. નોકરી-ધંધાના ક્ષેત્રમાં રસ્તામાં આવતી કોઈ સમસ્યા આજે સમાપ્ત થઈ જશે, જેનાથી તમને રાહત અને સંતુષ્ટ થશે. નોકરી-ધંધામાં તમારી પ્રગતિ સારી રહેશે. આજે તમે કોઈ મહત્ત્વપૂર્ણ વ્યક્તિને તમારા ઘરે ભોજન માટે આમંત્રણ આપી શકો છો. તમે આજે પારિવારિક જવાબદારીને કારણે થોડા ગૂંચવાઈ જશો. આજે તમારો કોઈ જૂનો મિત્ર તમને ફરી મદદ કરશે. પ્રેમ-સંબંધઃ આજે જીવનસાથી તમારી સારી પ્રશંસા કરશે. તમે બંને આજે કોઈ સામાજિક કાર્યોમાં સાથે સામેલ થશો. નોકરી-ધંધોઃ આજે તમારી નાણાકીય સ્થિતિ સારી રહેશે. તમને આજે નવી નોકરી મળી શકે છે. તમને પ્રમોશન અથવા પગારવધારો મળી શકે છે. આરોગ્યઃ આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તમે દિવસભર ઉત્સાહમાં રહેશો. વિદ્યાર્થી-કારકિર્દીઃ તમારા માટે આજનો દિવસ આજે સકારાત્મક રહેશે. આજે તમને કોઈ સ્પર્ધા, નોકરી માટેના ઇન્ટર્વ્યુ અથવા પ્રક્ટિકલમાં સારી સફળતા મળશે. તમારે મહેનત અને એકાગ્રતા પર ધ્યાન આપવાનું રહેશે.


વૃષભઃ ચંદ્રમા આજે રાત્રિ સુધી તમારી રાશિથી ભાગ્ય ભાવમાં રહેશે. કેતુ એની સાથે છે અને તમને કોઈ ઊંડી આધ્યમિક અથવા સંભવતઃ રહસ્યપૂર્ણ અનુભૂતિ પણ થઈ શકે છે. તમે કોઈ ધાર્મિક સ્થળની યાત્રા કરી શકો છો. તમે જેટલો સમય કોઈ ધાર્મિક કાર્યોમાં, પરેશાન અને મજબૂર લોકોની મદદમાં ગાળશો એટલી તમને વધુ શાંતિ મળશે. તમારા મનમાં જે પણ મોટી મહત્વાકાંક્ષા છે, જે પૂરી કરવા તમે ઇશ્વર પાસે મદદ માગી શકો છો. આજે તમારા મનમાં ગૂઢ પ્રશ્ન, રહસ્યવાળી વાતો, આધ્યાત્મિક અને દાર્શનિક વિષયોના વિચારો આવ્યા કરશે. આજે તમે કોઈ મોટો નિર્ણય ન લેશો. પ્રેમ-સંબંધઃ આજે તમારી મનોદશા એવી રહેશે, જેમાં તમારા જીવનસાથી અથવા પ્રેમીની દરેક વાત પર તમને ગુસ્સો આવશે. આજે તમે તમારી સંવેદનશીલતા અને ભાવુક પર નિયંત્રણ ન રાખી શકો તો સાથીથી દૂર રહેજો. નોકરી-ધંધોઃ આજે કોઈ ખરીદીમાં, યાત્રામાં અને અનપેક્ષિત કાર્યોમાં તમારા વધુ પૈસા ખર્ચાઈ શકે છે. નોકરીમાં આજે તમને કામનું વધુ દબાણ રહેશે. તમારા સહેયોગી અને ઉપરી અધિકારીઓ બંને તમારા માટે પરેશાન સાબિત થશે. આરોગ્યઃ આજે તમારું સ્વાસ્થ્ય સારું નહિ રહે. તમને પેટમાં, પીઠમાં અને ઘૂંટણમાં દર્દ થઈ શકે છે. એસિડિટીની કોઈ સમસ્યા થઈ શકે છે. તમારું પેટ ખરાબ થઈ શકે છે. થાક અને બેચેની થઈ શકે છે. વિદ્યાર્થી-કારકિર્દીઃ આજે તમે ભવિષ્યને લઈ મનમાં ચિંતિત રહેશો. આજે તમને કોઈ કઠિન વિષય પૂરો કરવામાં સફળતા મળશે.


મિથુનઃ આજે રાત સુધીની વાત છે. દિવસનો સમય તમારે પૂરા દ્યૈર્ય અને શાંતિથી વિતાવવો પડશે. તમારાં જે પણ મહત્વનાં કાર્યો છે એના માટે સવારે જ સારી યોજના બનાવી લો. સમજીવિચાર્યા વગર આગળ વધશો તો દિવસભર સમસ્યા અને વિધ્ન આવ્યાં કરશે. તમારામાં આજે અહંકાર, ઊર્જા અને આક્રમકતા વધુ જોવાં મળશે. તમારું આકર્ષણ ચરમસીમાએ રહેશે. લોકો તમારી પ્રશંસા કરશે. તમે આજે વધુ ભાવુક ન થશો. અનાવશ્યક ખર્ચા થયા કરશે. મિત્રો સાથે આજે વધુ સમય પસાર કરશો. ટીકા-ટિપ્પણીને કારણે કોઈ મિત્ર સાથે અણબનાવ થઈ શકે છે. નોકરીનું સ્થાન અથવા નિવાસસ્થાનમાં પરિવર્તન થઈ શકે છે. પ્રેમ-સંબંધઃ આજે તમારા પ્રેમી અથવા જીવનસાથી સાથે સારો સંબંધ ત્યાં સુધી રહેશે, જ્યાં સુધી તમે તેમની સાથે કોઈ મનોરંજન કાર્યક્રમમાં અથવા કોઈ ખરીદીમાં સાથે રહેશો. ત્યાર બાદ પણ તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે. તમારે સમજીવિચારીને બોલવું પડશે. તમારા સાથી આજે બહુ સંવેદનશીલ હશે. નોકરી-ધંધોઃ આજનો તમારો ખર્ચ વધી જશે. તમારે નાણાં ઉધાર પણ લેવા પડી શકે છે. નોકરીમાં આજે તમારે સંઘર્ષ કરવાનો આવશે. ઓફિસમાં સાથીઓ સાથે વિવાદ થઈ શકે છે. આરોગ્યઃ તમને બ્લડ-પ્રેશર અથવા ડાયાબિટીસ હોય તો તમારે આજે સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાની રાખવાની રહેશે. વિદ્યાર્થી-કારકિર્દીઃ આજે ભણવામાં તમારા માટે દિવસ સામાન્ય રહેશે. શાંતિ, ડિસિપ્લિન અને એકાગ્રતા જાળવવાની રહેશે. શિક્ષક તમારાથી નારાજ થઈ શકે છે.


કર્કઃ આજનો દિવસ ખાસ કરીને તમારા માટે સકારાત્મક રહેશે. આજે એવાં કામ તમારા ધ્યાનમાં આવશે, જેની સામે તમે પહેલાં પણ નજરઅંદાજ કરતા હતા અને આ કારણે તમે દિવસભર વ્યસ્ત રહેશો. સફળતા મેળવવા માટે તમારે મહેનત વધુ કરવી પડશે. કામ કરતાં પહેલાં એનાં તથ્ય અને જાણકારી મેળવી લો, જેથી તમારું કામ સરળ અને સફળ થઈ શકે છે. અગર તમે આજે નોકરીને લઈ અથવા તમારાં સંતાનો અને પિતાના સ્વાસ્થ્યને લઈ પરેશાન હશો તો એ ચિંતા દૂર થઈ જશે. તમને લગ્નનો કોઈ પ્રસ્તાવ મળી શકે છે અથવા એના વિશે વાત ચાલી શકે છે. કોઈ પણ અફવા અથવા સાંભળેલી વાત પર વિશ્વાસ ન કરતા. પ્રેમ-સંબંધઃ આજે તમારા જીવનસાથી અથવા પ્રેમી સાથેનો સંબંધ સારો રહેશે. તમારી વચ્ચે સમય સારો પસાર થશે. તમારું દાંપત્યજીવન પ્રસન્ન અને આનંદદાયક રહેશે. નોકરી-ધંધોઃ આજે તમારી નાણાકીય સ્થિતિ સારી રહેશે. તમને સારું ધન પ્રાપ્ત થઈ શકે છે. તમે કોઈ નવું રોકાણ કરી શકો છો. નોકરીમાં તમને આજે સારી સફળતા મળી શકે છે. આરોગ્યઃ સામાન્ય રીતે તમારું સ્વાસ્થ્ય આજે સારું રહેશે, પરંતુ સાંજ પડતાં તમે થાકી જશો. વિદ્યાર્થી-કારકિર્દીઃ આજે તમારી પ્રતિમાના પ્રદર્શન માટે સારી તક મળશે. તમારે આજે મહેનત વધુ કરવી પડશે.


સિંહઃ આજ રાત સુધી ચંદ્રમા છઠ્ઠા ભાવમાં રહેશે. આજનો દિવસ તમારા માટે સકારાત્મક અથવા રોમાંચક નથી. અગર દૂરના સ્થળેથી કોઈ મહત્વના સમાચારની રાહ જુઓ છો તો તમને આજે નિરાશા થઈ શકે છે. તમે સંતાનોની પ્રગતિ અથવા તમારા માટે ઉચ્ચ શિક્ષણને લઈ થોડા નિરાશ થશો. તમે કોઈ બૌદ્ધિક વ્યવસાય સાથે જોડાયેલા હો તો તમને એમાં સફળતા મળી શકે છે. તમે કોઈ પ્રવાસે જઈ શકો છો. તમે તમારા જીવનસાથી અથવા પરિવાર માટે ખરીદી કરી શકો છો. તમે આજે કોઈ નવું કામ શરૂ ન કરતા. તમે આજે મનમાં જ કોઈ નવી યોજના બનાવશો. પ્રેમ-સંબંધઃ આજે તમે તમારા જીવનસાથી અથવા પ્રેમી પર અકારણ ગુસ્સો કરશો, એની દરેક વાત પર સંદેહ કરશો. અગર જો તમે સાથે ક્યાંક ફરવા જાઓ છો તો તમારા સંબંધમાં મધુરતા આવશે. આજે તમે કોઈ મોટો નિર્ણય જીવનસાથીની સલાહથી જ લો. નોકરી-ધંધોઃ આજની તમારી નાણાકીય સ્થિતિ નબળી રહેશે. ખર્ચ વધુ જશે. તમારે નાણાં ઉધાર લેવા પડશે. નોકરીમાં આજે તમારા પર કામનું દબાણ વધુ રહેશે, મન નહિ લાગે. આરોગ્યઃ આજે તમારું સ્વાસ્થ્ય નબળું રહેશે. તમારું સ્વાસ્થ્ય હવામાનને કારણે પ્રભાવિત થઈ શકે છે. દિવસભર થાક અને બેચેની રહેશે. વિદ્યાર્થી-કારકિર્દીઃ ભણવામાં તમારી પર વધુ દબાણ રહેશે. તમારું મન પણ ભણવામાં સારું લાગેલું રહેશે. તમને કોઈ સ્પર્ધા અથવા પરીક્ષામાં સારી સફળતા મળી શકે છે.


કન્યાઃ આજનો દિવસ તમારા માટે દરેક દષ્ટિએ શુભ અને સકારાત્મક રહેશે. તમારી મીઠી વાણી મહત્વની સમસ્યાનું સમાધાન બની શકે છે. જે કામ બગડી રહ્યું હતું અથવા અટકી રહ્યું એ આજે પૂરું થઈ જશે. જેમની સાથે તમારો સંબંધ બગડ્યો છે એ તમારી સાથે બેસી ચા પી શકે છે અથવા તો ફોન કરી શકે છે. તમારો આજનો દષ્ટિકોણ વધુ વ્યવહારિક રહેશે. તમે આજે પ્રસન્ન રહેશો તો તમારો દિવસ બહુ સરળતાથી વીતી જશે અને તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો થશે. તમારા જીવનસાથીનો મૂડ અથવા સ્વાસ્થ્ય બગડી શકે છે. ઘર-પરિવારનું બધું કામ તમારે સંભાળવું પડશે. આજે તમે બહુ સુસ્તીથી કામ કરશો. અગર તમે કોઈ કામ સાથે મળીને કરશો તો તમારા માટે સારું રહેશે. પ્રેમ-સંબંધઃ આજે તમારા જીવનસાથી અથવા પ્રેમી સાથેના સંબંધમાં અહંકાર, સમયની ઉપલબ્ધતા અને પોતપોતાની પ્રાથમિકતાઓની બાબત હાવી થશે. એકબીજા પ્રત્યે સમર્પણનો ભાવ રાખવો પડશે. નોકરી-ધંધોઃ તમારી આવક સામે તમે ખર્ચ વધુ કરી નાખશો. તમારે પૈસા ઉધાર લેવાં પડશે. નોકરી-ધંધામાં તમારે આજે સામાન્યથી વધુ મહેનત કરવાની આવશે, ત્યારે તમને સફળતા મળશે. આરોગ્યઃ તમારું સ્વાસ્થ્ય આજે સારું રહેશે. તમને તમારી માતાના સ્વાસ્થ્યની ચિંતા વધુ રહેશે. વિદ્યાર્થી-કારકિર્દીઃ તમારે આજે અભ્યાસમાં મહેનત વધુ કરવી પડશે. તમારું ભણવામાં મન સારું લાગશે.


તુલાઃ આજનો દિવસ તમારે થોડો સંભાળીને પસાર કરવો. આજે તમારે ભાગ્યની જગ્યાએ પ્રયાસો પર વિશ્વાસ કરવાનો રહેશે. તમારા પરિવારનો માહોલ અશાંત રહેશે. તમારે તમારા ક્રોધ અને વ્યવહાર પર નિયંત્રણ રાખવાનું રહેશે. આજે તમે કોઈ પણ મોટો નિર્ણય ન લો. તમારા કાર્યક્ષેત્રમાં કામકાજમાં મન ઓછું લાગશે. મનમાં અજાણ્યો ભય સતાવશે. તમારે આજે વાહનથી પણ સંભાળવું પડશે. વાહન ચલાવતી વખતે પણ સાવધાન રહેવું પડશે. તમે આજે તમારા પરિવારના સભ્યો પર કોઈ બાબતે દબાણ વધારશો. તમને તમારી માતાના સ્વાસ્થ્યની ચિંતા રહેશે. નોકરી-ધંધાના ક્ષેત્રમાં તમને સારી સફળતા મળી શકે છે. દિવસભર તમે વ્યસ્ત રહેશે. કોઈના કામમાં દખલગીરી ન કરશો. કોઈ પણ વિવાદથી દૂર રહો. પ્રેમ-સંબંધઃ આજે તમારા મનમાં ચાલી રહેલા તણાવની અસર તમારા સંબંધો પર પડી શકે છે. તમારે તમારી સંવેદનશીલતા અને ભાવના પર નિયંત્રણ રાખવાનું રહેશે. નોકરી-ધંધોઃ આજની તમારી નાણાકીય સ્થિતિ નબળી રહેશે. તમારો ખર્ચ વધી જશે. ઓફિસમાં તમારા પર કામનું દબાણ વધુ રહેશે. આરોગ્યઃ આજે તમારું સ્વાસ્થ્ય સારું નહિ રહે. મનમાં બેચેની અને માનસિક તણાવ રહેશે. વિદ્યાર્થી-કારકિર્દીઃ આજનો તમારો દિવસ ભાગદોડ અને મહેનતમાં પસાર થશે, પરંતુ તમને સારી સફળતા મળશે.


વૃશ્ચિકઃ સામાન્ય રીતે તમારો આજનો દિવસ સારો રહેશે. આજે કોઈ બાબતે તમે સાચી દિશામાં ઝડપથી આગળ વધશો અને એમાં તમને સફળતા તેમ જ લાભ બંને મળશે. તમે તમારી પ્રગતિથી સંતુષ્ટ રહેશો. આજે તમને ભાગ્યનો સાથ મળશે અને તમારા માટે પ્રગતિનાં દ્વાર ખૂલી જશે. મહત્વની વ્યક્તિઓનું તમને સારું સમર્થન મળશે. પરિવારમાં કોઈ શુભ કામ થઈ શકે છે. તમે ભવિષ્ય માટે કોઈ મોટી યોજના બનાવી શકો છો. તમારા કાર્યક્ષેત્રમાં તમારા કામની પ્રશંસા થશે. તમે કોઈ પ્રવાસ કરી શકો છો. પ્રેમ-સંબંધઃ આજે તમારા જીવનસાથી અથવા પ્રેમી સાથેનો સંબંધ સારો રહેશે. જીવનસાથી સાથે સારો સમય પસાર થશે. તમે ક્યાંક ફરવા જઈ શકો છો. અવિવાહિતોને લગ્ન માટેના પ્રસ્તાવો મળી શકે છે અથવા તેમની વાત આગળ ચાલી શકે છે. નોકરી-ધંધોઃ આજે તમને કોઈ ધનલાભ થઈ શકે છે. નોકરી-ધંધામાં તમને સારી સફળતા મળી શકે છે અને એને માટે તમારી પ્રશંસા થઈ શકે છે. તમારા ઉપરી અધિકારી તમારી પ્રશંસા કરી શકે છે. આરોગ્યઃ આજનું તમારું સ્વાસ્થ્ય દિવસભર સારું રહેશે. તમે ઉત્સાહ, સ્ફૂર્તિ અને પ્રસન્નતામાં રહેશો. વિદ્યાર્થી-કારકિર્દીઃ તમારું ભણવામાં આજે વધુ મન લાગશે અને એમાં સફળતા પણ મળશે. શિક્ષક તમારું સમર્થન કરશે.


ધનઃ આજનો દિવસ ભાગદોડમાં, એક બાદ બીજા કામની પરેશાની અને મનમાં રહેલા તણાવ-થાકવાળો રહેશે. ઘરની બહાર પણ તમે હેરાન-પરેશાન થશો. ઘર આવેલા ન જોઈતા મહેમાનથી તમે પરેશાન થશો. તમારા મનમાં આશંકાઓ થવા માંડશે. અતીતની વાતમાં ન ફસાતા, પણ ઘરનાં કામોમાં તમારે સમય અને ઊર્જા ખર્ચ કરવાં પડશે. મિત્રોની મદદ મળી શકે છે. વાહનને લઈ આજે સાવધાન રહેજો. પ્રેમ-સંબંધઃ આજે તમારા મન પર પરેશાની અને કોઈ ભ્રમ હાવી થઈ જશે એની અસર તમારા જીવનસાથી અથવા પ્રેમી સાથેના સંબંધ પર પડી શકે છે. પરિવારની સમસ્યાને લઈ તમે પરેશાન થઈ શકો છો. તમારે તમારી ભાવના સકારાત્મક રાખવાની કોશિશ કરવાની રહેશે. નોકરી-ધંધોઃ આજની તમારી નાણાકીય સ્થિતિ સારી નહિ હોય. કોઈ પણ ખર્ચ સંભાળીને કરવો. નોકરી-ધંધમાં તમારે કેટલાક પડકારોનો સામનો કરવાનો આવશે. આરોગ્યઃ આજે તમારું સ્વાસ્થ્ય નબળું રહેશે. તમારું સ્વાસ્થ્ય હવામાનને કારણે પ્રભાવિત થઈ શકે છે. તમારું પેટ ખરાબ થઈ શકે છે. ખાવા-પીવામાં સંભાળવું. વિદ્યાર્થી-કારકિર્દીઃ આજે તમને તમારી મહેનત અને પરિણામો પર નિરાશા થઈ શકે છે, પરંતુ હજી તમારી પાસે સમય અને તક છે. તમારે ભણવામાં વધુ ધ્યાન આપવાનું રહેશે. તમને તમારી મહેનતને અનુરૂપ સફળતા મળશે.


મકરઃ આજનો દિવસ તમારા માટે થોડો ખરાબ રહેશે. આજે તમારે કોઈ મોટો નિર્ણય ન લેવો. તમારામાં આત્મવિશ્વાસનો અભાવ રહેશે અને દરેક પગલે મનમાં કોઈ ભય અથવા આશંકા રહેશે. તમે ભાગ્યના ભરોસે ન રહો, જે તમારું લક્ષ્ય છે એના માટે વધુ મહેનત કરો. મનમાંથી નકારાત્મક વિચારો અને આશંકાઓને દૂર કરો. કોઈ મિત્ર, જીવનસાથી અથવા પ્રેમીને કારણે તમે ઉદાસ રહેશો. આજે તમે મકાન-જમીન સંબંધી કોઈ કામ પૂરું કરી શકો છો. આજે તમારે કેટલીક કઠિન સમસ્યાઓનો સામનો કરવો પડશે. પરેશાનીને કારણે તમે થોડા ઉદાસ રહેશો. પ્રેમ-સંબંધઃ આજે તમારા જીવનસાથી સાથેના વ્યવહારમાં અને વાતચીતમાં શાંત-વિનમ્ર રહેજો. તમારી આક્રમકતા સંબંધ ખરાબ કરી શકે છે. તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખજો. નોકરી-ધંધોઃ આજે તમારી પૈસાની સ્થિતિ સારી નહિ રહે. ખર્ચ વધુ થઈ શકે છે. નોકરીમાં આજે તમારે વધુ કામ કરવું પડશે અને માહોલ નિરાશાનજક રહેશે. આરોગ્યઃ તમારું સ્વાસ્થ્ય થોડું ખરાબ રહેશે. તમને તમારી માતાના સ્વાસ્થ્યની વધુ ચિંતા રહેશે. વિદ્યાર્થી-કારકિર્દીઃ આજે તમારા પર ભણવાનું વધુ દબાણ રહેશે. તમે ટાઇમટેબલ બનાવી તમારો અભ્યાસ કરશો તો તમને સફળતા મળશે.


કુંભઃ આજે પૂરું ધ્યાન તમારાં કામ પર રાખજો, ધ્યાન ચૂકી જવાથી કામ બગડી શકે છે. તમારા મનમાં ચિંતાઓ રહેશે, પણ સ્વયંને યથાસંભવ ચિંતામુક્ત રાખવાનું રહેશે. તમારી એકાગ્રતા અને આત્મવિશ્વાસને કારણે તમે દરેક પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવી શકશો. આજે તમે તમારા બેંક ખાતામાંથી મોટી રકમ કાઢી શકો છો અથવા કોઈ જૂની ચુકવણી કરવાની આવી શકે છે. આજે તમે કોઈ પણ રીતે લાલચમાં ન પડશો. કોઈ પણ લોભ તમારા માટે મોટું જોખમ બની શકે છે. કોઈની પણ જરૂરથી વધારે વિશ્વાસ ન કરવો. પ્રેમ-સંબંધઃ તમારે આજે તમારા જીવનસાથી સાથેના વ્યવહારમાં સંવેદનશીલતા અને ભાવનાને નિયંત્રણમાં રાખજો. તમારા સાથીને પૂરું સન્માન આપશો, ત્યારે સંબંધમાં સુધારો થશે. નોકરી-ધંધોઃ આજે તમને કોઈ સાધારણ લાભ થઈ શકે છે. ખર્ચ વધુ થઈ શકે છે. જમા કરેલાં નાણાં વપરાઈ શકે છે. નોકરીમાં આજે તમારે મોડે સુધી રોકાઈને કામ કરવું પડશે. આરોગ્યઃ તમારું સ્વાસ્થ્ય પર હવામાનની અસર થઈ શકે છે. તમને કોઈ એલર્જી થઈ શકે છે. વિદ્યાર્થી-કારકિર્દીઃ આજે તમારા માટે નક્કી કરેલા સમયમાં અભ્યાસ અને બીજા પ્રશ્નપત્ર પૂરા કરવા કઠિન રહેશે.


મીનઃ આજનો દિવસ તમારા માટે સારો રહેશે. તમે દિવસ દરમિયાન સકારાત્મક અને આનંદમાં રહેશો. આજે તમે તમારી ક્ષમતા દેખાડવા અને એ સાબિત કરવા સક્ષમ છો. તમે તમારા કાર્યમાં સફળતા મેળવશો. આજે તમે એ બાબતે સ્પષ્ટ રહેશો કે તમારે શું કરવાનું છે. આનાથી તમારો આખો રસ્તો સાફ થઈ જશે. તમને કોઈ નવી નોકરીની તક મળી શકે છે. આજનો તમારો આખો દિવસ આનંદમાં જશે. આજે તમને ઓફિસમાં કોઈ પ્રેમ પ્રસ્તાવ પણ મળી શકે છે અથવા મિત્ર બની શકે છે. આજે તમારું મગજ બહુ તેજ ચાલશે. તમે કઠિન સમસ્યાને પણ જલદીથી દૂર કરી દેશો. તમે આડાઅવળા ખર્ચાઓ કરી શકો છો. આજે અતિઉત્સાહને કારણે તમને કોઈ સમસ્યા થઈ શકે છે, એટલે તમારે સાવધાની પણ રાખવાની રહેશે. પ્રેમ-સંબંધઃ આજે તમારા મન પર રોમાંસ અને કામુકતાનાં સપનાં હાવી થઈ શકે છે. કોઈ મિલ ગયા જેવી તમારી સ્થિતિ થઈ શકે છે. તમારા જીવનસાથી સાથેના સંબંધ સારા રહેશે. તમારી અને જીવનસાથી વચ્ચે સારી રીતે દિવસ પસાર થશે. નોકરી-ધંધોઃ આજે તમને કોઈ સારો ધનલાભ થઈ શકે છે. તમને કોઈ નવી નોકરીની ઓફર પણ મળી શકે છે. ચાલુ નોકરીમાં તમને સારી સફળતા મળી શકે છે. આરોગ્યઃ આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. આજે દિવસ દરમિયાન તમે આનંદમાં રહેશો. વિદ્યાર્થી-કારકિર્દીઃ આજે કોઈ સારા પરિણામને કારણે તમે ઉત્સાહ અને આનંદમાં રહેશો. ભણવામાં તમારું મન સારું લાગશે. કોઈ પરીક્ષા અથવા સ્પર્ધામાં તમને સારી સફળતા મળી શકે છે.