

હાલના સમયમાં સ્માર્ટફોનનો ઉપયોગ તો લગભગ બધા વલોકો કરી રહ્યા છે, અને જે લોકો તેનો ઉપયોગ નથી કરી રહ્યા, તેમણે પણ તેની જરૂરત લગભગ પડશે. એવામાં આ સમાચાર તે તમામ સ્માર્ટફોન યૂઝર્સ માટે છે.


કેટલીક વખત પોતાના સ્માર્ટફોનમાં આપણે પાસવર્ડ લગાવી ભૂલી જઈએ છીએ, જેના કારણે પરેશાની થાય છે કે હવે ફોન કેવી રીતે ખોલવો, તો તેના માટે પરેશાન થવાની જરૂરત નથી, કેમ કે અમે તમને જણાવીશું કે કેવી રીતે સરળતાથી તમારો સ્માર્ટફોનનો પાસવર્ડ ઓપન કરી શકશો.


Gmailની મદદથી ફોન કરો અનલોક - ફોનમાં કેટલીક વખત પાસવર્ડ ખોટો નાખતા તમને Forgot Pattern અથવા Forgot passwodનું એક ઓપ્શન આવશે, જેના પર તમારે ક્લિક કરવાનું. ત્યારબાદ તમે તમારા ગૂગલ એકાઉન્ટનું યૂઝરનેમ અને પાસવર્ડ નાખી સાઈન ઈન કરવું પડશે. ત્યારબાદ નવો પાસવર્ડ ફોનને અનલોક કરી દેશે.


ફેક્ટ્રી રિસેટ કરો - જો તમે એવું ઈચ્છતા હોય કે, ફોનમાં જે ડેટા એટલે કો ફોટો અને ગીતો તમને ન મળે તો જ આ સ્ટેપને ફોલો કરજો, કારણ કે, આ રીતે તમે જો તમારો ફોન અનલોક કરો છો તો, ફોનનો તમામ ડેટા ડિલીટ થઈ જશે. તો પણ આ રીત અપનાવી તમે તમારો ફોન અનલોક કરવા ઈચ્છો છો તો, તમને જણાવી દઈએ કે, તેના માટે તમારે પહેલા પોતાના ફોનને ઓફ કરી લો, ત્યારબાદ વોક્યુમ ડાઉન બટન અને પાવર બટનને એક સાથે કેટલીક સેકન્ડ સુધી દબાવી રાખો, કેટલીક સેકન્ડ આવું કર્યાબાદ તમે રિકવરી મોડમાં એન્ટર કરો. ત્યારબાદ તમે Yes, delete all user dataને ક્લિક કરો, ત્યારબાદ પોતાના ફોનને રિબૂટ કરી લો, આ રીતે આ રીતે તમારો ફોન અનલોક થઈ જશે.


એન્ડ્રોયડ ડેટા રિકવરી - જો તમારો ફોન અનલોક થઈ જાય તો આ રીત સૌથી બેસ્ટ છે, કેમ કે આમાં ના તો તમારે જીમેઈલની જરરૂત પડશે અને ના તમારા ફોનમાં ડેટા ડિલીટ થશે. આની માટે તમારે પહેલા તમારા લેપટોપ અથવા કોમ્પ્યુટરમાં એન્ડ્રોયડ ડેટા રિકવરી સોફ્ટવેયરને ડાઉનલોડ કરવું પડશે. ત્યારબાદ તમે તમારા મેઈન વિન્ડોમાં અનલોક પર ક્લિક કરવું પડશે. ત્યારબાદ ફોનને યૂએસબી (USB) કેબલની મદદથી કોમ્પ્યુટર કે લેપટોપ સાથે તેને કનેક્ટ કરો. ત્યારબાદ ત્યાં આપેલા નિર્દેશોને ફોલો કરો અને આ રીતે તમારો લોક ફોન મિનીટોમાં અનલોક થઈ જશે.