

વોટ્સએપ આપણું એક એવું જરૂરિયાત બની ગયું છે જેની વગર એક દિવસ પણ રહેવાનું મુશ્કેલ છે. જો કે આ સમયે ચેન્ટીંગ માટે અમારી યાદીમાં સૌથી ઉપર વોટ્સએપ છે, તો તે ખોટું નહીં. વોટ્સએપના 1.5 કરોડ સક્રિય યૂઝર્સ છે અને દરેક દિવસે આનાથી 60 મેસેજ મોકલવામાં આવે છે એટલે જ દરેકની સૌથી મનપસંદ એપ્લિકેશન કહેવામાં આવે છે. તો જાણીએ કે કેવી રીતે બે વોટ્સએપ ચલાવી શકાય છે.


જો તમારી પાસે ઓપ્પો ફોન છે તો સૌથી પહેલા તમારે સેટિંગ્સમાં જઇને ક્લોન એપ્લિકેશનને સિલેક્ટ કરવું પડશે.


ઓનર ફોનમાં આ વિકલ્પ App Twin નામથી અને શિઓમી Dual Apps નામથી જોઈ શકાય છે. આના પર ક્લિક કર્યા બાદ એપ્લિકેશનનું લિસ્ટ ખુલી જાય છે જેને બે અલગ અલગ એકાઉન્ટથી રજીસ્ટર્ડ કરવામાં આવી શકે છે. આમાં તમારે વોટ્સએપ સિલેક્ટ કરવું પડશે.


આ ઉપરાંત બાકીના એન્ડ્રોઇડ ડિવાઇસની વાત કરીએ તો, સેટિંગમાં જાઓ તેમા એપ્લિકેશન્સનો ઓપ્શન હશે. તેમા પેરેલલ એપ્સ દેખાશે, તેને સિલેક્ટ કર્યા બાદ એપ્લિકેશનનું લિસ્ટ આવી જશે. તેમાથી વોટ્સએપને પસંદ કરો. હવે હોમ સ્ક્રીન પર જાવ તો તમને વધુ એક વોટ્સએપ દેખાશે. આ રીતે તમે એક જ ફોનમાં બે-બે વોટ્સએપ ચલાવી શકો છો.