

કહેવાય છે કે, નવજાત શિશુને લગભગ બે વર્ષની ઉંમર સુધી સ્તનપાન કરાવવું જરૂરી છે. બાળકોને જેટલા પોષક તત્વોની જરૂરત હોય છે, તે બાળકને તેના માતા ના દૂધમાંથી મળે છે. પરંતુ કેટલાક બાળકો પાંચથી 6 મહિના થયા બાદ કેટલીક પૌષ્ટિક વસ્તુઓ ડાયટમાં સામેલ કરવા લાગે છે, એવામાં બાળકને સ્તનપાન કરવાની આદત છોડાવવા માટે આ ટિપ્સ અપનાવી શકો છો. તમારા અને બાળક, બંને માટે મુશ્કેલ નહી હોય.


સ્તનપાન કરાવવાની આદત ધીરે-ધીરે ઓછી કરો. એક્સપર્ટ અનુસાર, રાતમાં કરાવવામાં આવેલી બ્રેસ્ટફીડિંગ દૂધની આદત છોડાવવામાં ગણી કારગર સાબીત થાય છે.


બાળકને જ્યારે પણ સ્તનપાનની તલબ લાગે તો કોશિસ કરો કે તેને તે સમયે કઈંક અન્ય તરલ વસ્તુ કાવા માટે આપો. એક જ પ્લેટમાં પોતાના માટે અને બાળક માટે ખાવાનું પરોસો. તેને તેજ પ્લેટમાંથી કવડાવવાની કોશિસ કરો.


ધ્યાન રાખો કે સ્તનપાન અચાનક બંધ ન કરો. બાળકની સાથે માતાને પણ નુકશાન ભોગવવું પડે છે. એવું પણ બની શકે કે તમારા સ્તનમાં સોજો પણ આવી જાય. અથવા ઈન્ફેક્શન થઈ જાય.