

વસિયતનામું કરાવવું જરૂરી છે. વળી સમયની સાથે તેના નિયમોમાં પણ કેટલાક ફેરફારો થયા છે. સામાન્ય રીતે 70 વર્ષની ઉંમરે લોકો વસિયતનામું કરાવાનું વિચારતા હોય છે. તો ક્યારેક લોકો 50 વર્ષે જ આ કામ કરી લેતા હોય છે. જો કે વસિયત લખતી વખતે કંઇ મહત્વની વાતોનું ધ્યાન રાખવું તે અંગે આજે અમે વાત કરીશું.


સામાન્ય રીતે વસિયતનામું એટલા માટે લખવામાં આવે છે કે તમારી મૃત્યુ પછી તમારી સંપત્તિનો હક તમે કોને આપવા માંગો છો તે અંગે સ્પષ્ટતા રહે. તમે 21 વર્ષની ઉંમર પછી ક્યારેય પણ વસિયત લખાવી શકો છો. વળી જો વસિયત ના લખી હોય અને તમારી મૃત્યુ થઇ જાય તો સંપત્તિ સક્સેશન લો મુજબ તમારા પરિવારના તમામ સદસ્યો વચ્ચે તમારી સંપત્તિ વહેંચી દેવામાં આવે છે.


વસિયત કાંતો હાથથી લખાય છે, કાં તો પછી ઓનલાઇન કે પછી લીગલ પ્રોફેશનલથી બનાવવામાં આવે છે. હાથથી લખેલી અને ટાઇપ કરેલી બંને વસિયત કાનૂની રીતે સ્વીકાર્ય છે. તમને જણાવી દઇએ કે ભારત સરકારે વિલ પર સ્ટેપ ડ્યૂટી હટાવી દીધી છે. માટે તમે સાદા કાગળ પર પણ લખી હોય અને રજિસ્ટ્રેશન ના કરવી હોય તેને કાનૂની મનાય છે.


જાણકારો જણાવે છે કે તમારે સમયે સમયે તમારી વસિયત વાંચી વર્તમાન વિત્તિય સ્થિતિ મુજબ તેને અપડેટ પણ કરવી જોઇએ જે સરાહનીય છે. જ્યારે તમે વસિયતને અપડેટ કરો છો તો તેમાં તારીખનો ઉલ્લેખ જરૂરથી કરો.


ભલે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત નથી પણ જે રીતે વિલ છે તેમાં છેતરપીંડી થતી હોય છે તેથી બચવા માટે તેને રજિસ્ટર કરાવવું જરૂરી છે. જ્યાં તમે એક નિર્ધારીત ફિસ આપી રજિસ્ટ્રાર કે ઉપ રજિસ્ટ્રાર પાસે તમારું વિલ રજિસ્ટ્રર કરાવી શકો છો. સાથે જ વીલમાં જે લોકોને સાક્ષી રાખો તે વીલના લાભાર્થી ના હોવા જોઇએ.