

આજની તારીખમાં આધાર કાર્ડ કઇ કઇ જગ્યાએ વપરાયુ છે તે અંગે ઘણી વખત મનમાં વિચાર આવ્યો હશે કે આપણાં આધાર કાર્ડની ડિટેઇલ ક્યાંય ખોટી જગ્યાએ તો નથી વપરાઇને. જો આપને પણ આવી કોઇ ચિંતા છે તો હવે આ અંગે વધુ વિચારવાની જરૂર નથી. કારણ કે આધારની નોડલ એજન્સી UIDAI, આધારની વેબસાઇટ uidai.gov.inમાં જ એક એવો ફિચર લાવી છે જેનાંથી આપ જાણી શકો છો કે અત્યાર સુધીમાં તમારા આધાર કાર્ડનો ઉપયોગ ક્યાં ક્યાં અને ક્યારે ક્યારે ઉપયોગ થયો છે. આ ફીચરનું નામ આધાર અપટેડ હિસ્ટ્રી (Aadhaar Update History) છે.


સૌથી પહેલાં તો આપે www.uidai.gov.in ની વેબસાઇટ પર જવાનું રહેશે. અહીં આપને 'આધાર અપડેટ હિસ્ટ્રી' (Aadhaar Update History)નો ઓપશન મળશે. આ ઓપશન પર ક્લિક કરશો તો એક નવું પેજ ખુલશે.


આ પેજ પર આપને આપનો આધાર નંબર કે વર્ચુઅલ આઇડી નાખવાનું રહેશે. તે બાદ સિક્યોરિટી કેપ્ચા (જે પહેાલં જ વેબસાઇટમાં બતાવવામાં આવશે) તે નાખવાનું રહેશે. તેને નાખતા જ આપનાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર વન ટાઇમ પાસવર્ડ (OTP) આવશે. OTP એન્ટર કર્યા બાદ આપની સામે આપનાં આધાર અપડેટની હિસ્ટ્રી ખુલી જશે. જે બાદ આપ તેને પ્રિન્ટ પણ કરી શકો છો. તેની સુવિધા પણ આપવામાં આવી છે.


આપનો આધાર નંબર ક્યાં ક્યારે કેટલાં વાગ્યે સમય સાથેની તમામ માહિતી આપને મળી જશે. એટલેકે આપ આપનો આધાર ક્યારે વેરિફાઇ કરવા ઓથોરિટી પાસે રિક્વેસ્ટ આવી છે.