

જો તમારે અરજન્ટમાં ક્યાંક જવું હોય, અને તમારી પાસે ટ્રેનની રિઝર્વેશન ટિકિટ નથી તો, હવે પરેશાન થવાની જરૂરત નથી. ભારતીય રેલ્વેએ હમણાં જ એક ખાસ વ્યવસ્થા શરૂ કરી છે. આ નવી વ્યવસ્થા હેટળ તમે ઘરે બેસીને પોતાના મોબાઈલ ફોનથી કન્ફર્મ ટિકિટનું બુકિંગ કરી શકો છો. તમે ચાર્ટ બન્યા બાદ પણ આ ટિકિટ બુકિંગ કરી શકશો. આ સુવિધા કરન્ટ બુકિંગ ફેસેલિટી છે. ચાર્ટ બન્યા બાદ કરન્ટ બુકિંગ માટે અત્યાર સુધીમાં તમને સ્ટેશનના બુકિંગ કાઉન્ટરમાં જવું પડતું હતું, પરંતુ હવે તમે આ કામ પોતાના મોબાઈલ ફોનથી પણ કરી શકશો.


ચાર્ટ તૈયાર થયા બાદ જે ટ્રેનોમાં સીટ ખાલી રહી જાય છે, તેમને કરંટ બુકિંગ ફેસેલિટી દ્વારા તમે બુક કરી શકો છો. આ ટિકિટોને IRCTC Rail Connect App અને IRCTCની વેબસાઈટ દ્વારા બુક કરી શકો છો.


IRCTC Rail Connect App में Current Avialbleનું ઓપ્શન ચાર્ટ તૈયાર થયા બાદ કોઈ ક્લાસ(જે શ્રેણીમાં તમે સફર કરવા માંગો છો) તેના પર ક્લિક કરવા પર આવે છે.


5 જુલાઈ 2018ના રોજ કરન્ટ રિઝર્વેશન સુવિધા હેઠળ કુલ 40,781 ટિકિટોનું વેચાણ થયું છે. એવામાં આ તેવા લોકો માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે, જેમને અર્જન્ટમાં યાત્રા કરવી પડે છે.