

હવે આપ આપનાં સ્માર્ટ ફોનથી સરળતાથી તમારું PF અકાઉન્ટ જોઇ શકો છો. જાણી શકો છો કે તેમાં કેટલી રકમ જમા થઇ છે. આ માટે આપે સરકાર દ્વારા લોન્ચ ઉંમગ (Umang) નામની એપ ડાઉનલોડ કરવાની રહેશે. આ એપ દ્વારા આપ ક્લેમ સેટલમેન્ટની સાથે સાથે ક્લેમનું સ્ટેટ્સ પણ જોઇ શકો છો. નાની કંપનીઓનાં ઘોટાળા તો આપણે જાણીયે છીએ પણ હાલમાં દેશમાં ઘણી મોટી મોટી કંપનીઓ દ્વારા કર્મચારીઓનાં પ્રોવિડન્ટ ફંડનાં 6.25 હજાર કરોડ રૂપિયા ચાઉ કરી જવાનાં સમાચાર હતાં. એવામાં આપની PF પાસબૂકનું બેલેન્સ આપે સતત ચેક કરતા રહેવું જોઇએ.


આપે સૌથી પહેલાં Umang નામની એપને ડાઉનલોડ કરવાની રહેશે EPFOની તમામ સર્વિસેઝ તે એપમાં ઉપલબ્ધ છે. તેને મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીએ લોન્ચ કરી છે. આ એપ પર આપને કોઇ અન્ય સરકારી સેવાઓ પણ મળી જશે.


એપ ડાઉનલોડ કર્યા બાદ વન ટાઇમ પાસવર્ડ (OTP)ની સાથે રજિસ્ટર કરો. આપનાં ફોન પર આપને OTP મળશે. એપ ડાઉનલોડ કર્યા બાદ તેનાથી આધાર લિંક કરો. આમ તો આધાર સ્વૈચ્છિક છે. પણ ક્લેમ કરતા સમયે કે પછઈ એપ દ્વારા ઓનલાઇન મની ટ્રાન્સફર કરવા માટે આધાર જરૂરી છે.