

લોકપ્રિય રિયાલિટી શો 'બિગ બોસ 11 "ની રનર-અપ રહેલી ટીવીની મશહૂર એકટ્રેસ હિના ખાન જ્યારથી આ શોમાંથી બહાર આવી છે, ત્યાથી તે સતત ચર્ચામાં રહે છે. જ્યારે હીનાને શો માં તેના એટીટ્યુડના કારણે ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે હવે તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે.


હિનાએ હાલમાં જ હોટ અવતારનો ફોટો શેર કર્યો હતો જેના પર તેના ફેન્સે મિશ્ર પ્રતિભાવો આપ્યા. કેટલાક ફેલોવર્સે તેમની આ બદલાયેલી તસવીરને પસંદ ન આવી . કેટલાક ફ્રેન્ડ્સે તસવીર શેર કર્યા બાદ, લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે.


હવે ફરી એકવાર હીના ખાન તેના ફોટોઝના કારણે ટ્રોલનો શિકાર બની છે, હિનાએ તેની જિમ વર્કઆઉટ ફોટાઓ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે.


હિનાને તેના આ ડ્રેસના કારણે ટ્રોલ કરવામાં આવી હી. હિના ખાને તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ ફિશટેલ સ્ટાઇલની આ ડ્રેસમાં ફોટા શેર કર્યા હતા, ત્યારબાદ તેને ખુબજ ટ્રોલ કરવામાં આવી.