

મથુરાથી ભાજપનાં સાંસદ હેમા માલિનીને ભાજપે એક વખત ફરી મથુરાથી લોકસભાની ટિકિટ આપી છે. ગત સોમવારે એટલે કે 25 માર્ચનાં રોજ તેમણે તેમનું ફોર્મ ભર્યુ હતું. ફોર્મ ભરતા પહેલાં તેમણ મુખ્યમંત્રી યોગી આધિત્યનાથીની સાથે મથુરાનાં બાંકે બિહારી મંદિરમાં વિધિવત પૂજા અર્ચના કરી હતી. જે બાદ તેમણે તેમનું નામાંકન દાખલ કર્યુ હતું ફોર્મ ભરતા સમયે CM યોગી આદિત્યનાથ ત્યાં હાજર હતાં.


હેમા માલિનીએ રવિવારે 31 માર્ચથી સંસદીય ક્ષેત્ર મથુરામાં તેનો ચુંટણી પ્રચાર અભિયાન શરૂ કર્યો હતો. તેણે ખેતરમાં કામ કરતી મહિલાઓની મુલાકાત લીધી હતી. એક્ટ્રેસ હેમા માલિનીએ નોમિનેશન સમયે શપથ પત્રમાં તેની સંપત્તિ 101 કરોડ રૂપિયા જાહેર કરી છે. એફિડેવિટ અનુસાર ગત 5 વર્ષમાં તેમની સંપત્તિમાં 34 કરોડ રૂપિયાનો વધારો થયો છે.


હેમા માલિનીએ તેનાં ચુંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કંઇક એવાં અંદાજમાં કરી. પ્રચારની તસવીર તેમણે તેમનાં ટ્વિટર પેજ પર શેર કરી છે.