

કોરોના વાયરસ (coronavirus) મહામારીથી બચવા માટે સાફ-સફાઈ રાખવાની સાથે સાથે ડાયટ (Diet) ઉપર પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જેમાં પોતાની ઈમ્યુનિટી (Immunity) વધારવા માટે લોકો યોગા અને આયુર્વેદિક ઉકાળાને (Ayurvedic) જીવનશૈલીમાં (life style) સામેલ કરી રહ્યા છે. ઉકાળા ઉપરાંત અનેક ખાદ્ય પદાર્થોના નિયમિત સેવન કરવાથી રોગ પ્રતિરોધક ક્ષમતા મજબૂત થાય છે.


ગાજર (Carrots) : ગાજરનું કામ શરીરમાં લોહીને વધારવાની સાથે અનેક હાનિકારક બેક્ટેરિયા સામે લડવાનું પણ હોય છે. ગાજર વિટામિન એ, કેરોટિનાઈડ અને એન્ટી ઓક્સિડેન્ટનો સ્ત્રોત છે. ગાજરના સેવનથી લંગ કેન્સરની સંભાવનાને ઓછી કરે છે. મોતિયાબિંદુની ફરિયાદ થવાથી આંખોને રોગથી બચવા માટે ગાજરનું સેવન કરવું જોઈએ.


<br />અંજીર (Fig) :અંજીર પોટેશિયમ, મેગનીઝ અને એન્ટી ઓક્સિડેન્ટ તત્વોથી ભરપૂર હોય છે. આ શરીરમાં પીએચના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આમા હાજર ફાઈબર બ્લડમાં શુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.


અળસી (Flaxseed) :અનેક લોકો એવા હોય છે કે તેઓ અળશી વિશે વધારે જાણતા નહીં હોય. આ અંગે વધારે વાત ન થવાના કારણે તેને અંડર રેટેડ માનવા લાગ્યા છીએ. જ્યારે અળસીમાં ઓમેગા-3 અને ફેટી એસિડ મળે છે. શાકાહાર કરનાર લોકો માટે ઓમેગા 3 અને ફેટી એસિડનો સૌથી સારો સ્ત્રોત છે.


કાચું લસણ (garlic): જો તમને હાડકાઓમાં દુઃખાઓ રહેવાની ફરિયાદ છે તો તમારે પોતાના ડાયટમાં કાચું લસણને સમાવેશ કરવું જોઈએ. કાચું લસણ ખાવાથી રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવામાં મદદ થાય છે. આમાં પૂરતા પ્રમાણમાં એલિસિન, જિંક, સલ્ફર, સેલેમિયમ અને વિટામિન એ અને આઈ મળે છે.


ગ્રીન ટી અને બ્લેક ટી (Green tea and black tea): ગ્રીન ટી અને બ્લેક ટી બંને ઈમ્યૂન સિસ્ટમ માટે ફાયદા કારક છે. પરંતુ એક દિવસમાં એક કે બે જ કપ પીવી. આની વધારે માત્રામાં સેવન કરવું તમારી ભૂખ ઘટાડી શકે છે અથવા તો ખાવાાં અનિચ્છા જેવી પરેશાની થઈ શકે છે.


મશરૂમ (Mushroom): મશરુમનો ઉપયોગ અને સ્નેક્સમાં કરવામાં આવે છે. મશરૂમ ખવાથી રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે સાથે સફેદ રક્ત કોશિકાઓને કાર્યને વધારીને શરીરમાં ઈમ્યૂનિટી સિસ્ટમને બૂસ્ટ પણ કરે છે. કેન્સરના બચાવના સ્તરે પણ મશરૂમનો ઉપયોગ કરવામાં આવે છે.


ઓટ્સ (Oats): તમારી પાસે નાસ્તો બનાવવાનો સમય ન હોય તો તમારે ઓટ્સનું પેકેટ ઘરે લાવીને રાખી શકો છો. આને ખાવાથી તમારે માત્ર વેટ કંટ્રોલ જ નહીં પરંતુ ઓટ્સમાં પર્યાપ્ત માત્રામાં ફાઈબર્સ મળે છે. સાથે જ આમાં એન્ટી માઈક્રોબિયલ ગુણ હોય છે. દરરોજ ઓટ્સનું સેવન કરવાથી ઈમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે.


ટામેટા (Tomatoes): ટામેટા એક એવું શાકભાજી છે જે લગભગ દરેક ભારતીય ડીશમાં ઉપયોગમાં લેવામાં આવે છે. એટલા માટે દરેક ઘરોમાં આસાનીથી મળી જાય છે. ટામેટા એલડીએલ (બેડ કોલેસ્ટ્રોલ)ના લેવલને ઓછું કરવામાં મદદ કરે છે. આમા લાઈકોપેન હોય છે જે શરીરમાં હાજર ફ્રી રેડિકલ્સને ન્યૂટ્રલાઈઝ કરી દે છે. જેનાથી ફ્રી રેડિકલ્સ આપણા શરીરને નુકસાન ન પહોંચાડે.


વિટામિન સી (Vitamin C) : સંક્રમિત રોગોથી સુરક્ષા માટે વિટામિન સીને સૌથી સારો ઓપ્શન માનવામાં આવે છે. લિંબૂ અને આમળામાં પર્યાપ્ત માત્રામાં વિટામિન સી મળે છે. રોગ પ્રતિકારક ક્ષમતાને સારી રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત સંતરા, મોસંબી, ચૌલાઈ, કોબીજ, લીલા ધાણા અને પાલકને ડાયટમાં સામેલ કરી શકો છો.


દહી (Yogurt): અનેક લોકોને દૂધ પચતું નથી અથવા દૂધ પીવાથી તેમને સાઈડ ઈફેક્ટ થાય છે. પરંતુ દહીં એક એવું ખાદ્ય આહાર છે જે લગભગ દરેક લોકો માટે ફાયદામંદ છે. જો તમને પેટ કે પેટના નિચેના ભાગમાં બળતરાની ફરિયાદ હોય તો તમે દહીંનું સેવન કરી શખો છો. દહીના સેવનથી ઈમ્યૂન પાવર વધે છે. આ સાથે જ પાચન તંત્રમાં પણ વધારો કરવામાં મદદ કરે છે.