

અત્યારે જાંબુની મોસમ છે. જાંબુ સ્વાદમાં તો રસીલા હોય છે તેની સાથે સ્વાસ્થ્યમાં પણ ઘણાં જ ફાયદાકારક છે. જાંબુ તે આપણે બધા ઘણી મઝાથી ખાતા હોઇએ છીએ. પરંતુ શું તમને ખબર છે તેના ઠળિયાનો પાવડર પણ ઔષધી રૂપે વાપરવામાં આવે છે. સામાન્ય રીતે રથયાત્રામાં જાંબુ અને મગનો પ્રસાદ મળતો હોય છે. પરંતુ આ વખતે રથયાત્રા નગરચર્યા પર નીકળવાની નથી એટલે આપણને એ પ્રસાદ નહીં મળે. ખેર આજે આપણે જાંબુ અને તેના ઠળિયાના સ્વાસ્થ્યવર્ધક ગુણો અંગે જાણીએ.


ડાયાબિટીસના દર્દીઓ માટે જાંબુ ખૂબ ફાયદાકારક હોય છે. તેના ઠળિયાનો પાઉડર બનાવીને સેવન કરવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. રોજ સવારે ભૂખ્યા પેટે નવશેકા પાણીમાં આ પાઉડરનું સેવન કરવાથી રાહત મળે છે.


પથરીની સમસ્યામાં તમે જાંબુનું સેવન કરી શકો છો. તે સિવાય જાંબુના ઠળિયાના પાઉડરને પાણી કે દહીં સાથે ખાવાથી પથરીની સમસ્યા કાયમ માટે દૂર થઇ શકે છે. રોજ સવાર-સાંજ પાણીની સાથે એક ચમચી આ પાઉડરનું સેવન કરો.


જાંબુ દાંતને સ્વસ્થ બનાવવામાં પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમને દાંત કે પેઢામાં દુખાવો કે બ્લીડિંગની સમસ્યા છે તો તમે તેને મંજનની જેમ ઉપયોગ કરો. નિયમિત રીતે આ પાઉડરથી મંજન કરવાથી તમારી સમસ્યા થોડાક દિવસમાં જ સારી થઇ જશે.


જો શરીર પર કોઇ ઇજા થઇ હોય કે બળતરા થઇ હોય તો આ પાઉડરને પાણીમાં મિક્સ કરીને ઇજા પર લગાવવાથી રાહત મળે છે તો સાથે બળતરા પણ ઓછી થઇ જાય છે.