

ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક સૌરવ ગાંગુલીનો આજે (8 જુલાઈ) બર્થ ડે છે. સૌરવના ક્રિકેટ કારકિર્દી વિશે તો બધા જાણે છે પણ ખૂબ જ ઓછા લોકો જાણે છે કે સૌરવ ગાંગુલીની પત્ની ડોના સાથે એકવાર નહી પણ 2 વાર લગ્ન કર્યા છે. તેમની લવ સ્ટોરી અને લગ્ન કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. (તસવીર - ટ્વિટર)


સૌરવ અને ડોના પાડોશી હતા પણ બંનેના પરિવાર એકબીજાને પસંદ નહોતા કરતા. બંને જુદી જુદી શાળામાં ભણતા હતા. શાળાના દિવસોથી જ તેમની લવ સ્ટોરી શરૂ થઈ ગઈ હતી. (તસવીર - ટ્વિટર)


1996માં ઈગ્લેન્ડ ટૂર પર જતા પહેલા સૌરવે ડોનાને પ્રપોઝ કરી લગ્નનો પ્રસ્તાવ કર્યો હતો. ટૂર પરથી પરત ફરતા જ બંનેએ એક મિત્રની મદદથી કોર્ટ મેરેજ કરવાનો પ્લાન બનાવ્યો. ત્રણેય રજીસ્ટાર ઓફિસ પણ પહોંચી ગયા હતા પણ તેમના લગ્નની વાત મીડિયામાં પહોંચી જતા તેમણે લગ્ન કર્યા વગર જ પરત ફરવુ પડ્યુ હતું. આ પછી 12 ઓગસ્ટ 1996ના રોજ આ કપલે ચૂપચાપ કોર્ટ મેરેજ કર્યા. (તસવીર - ટ્વિટર)


લગ્ન વિશે પરિવારને બતાવ્યા વગર સૌરવ શ્રીલંકા ટૂર પર જતો રહ્યો હતો. જો કે થોડા દિવસ પછી લગ્નની વાત સામે આવી ગઈ. વિરોધ છતા પરિવારના લોકોને નમતુ લેવુ પડ્યુ અને 21 ફેબ્રુઆરી 1997ના રોજ એકવાર ફરી વાત રીતિ-રિવાજથી સૌરવ-ડોનાના લગ્ન થયા હતા. (તસવીર - ટ્વિટર)