

2 ઓક્ટોબર 1986ના રોજ જન્મેલા પ્રવિણ સકત સિંહને લોકો પ્રવિણ કુમારના નામે ઓળખે છે. તે હવે 32 વર્ષનો થઈ ગયો છે. પોતાની સ્વિંગ બોલિંગ માટે પ્રખ્યાત પ્રવિણ કુમાર દિગ્ગજ બેટ્સમેનોના નાકમાં દમ કરી દેતો હતો. વર્ષ 2007માં ડેબ્યૂ કરનાર પ્રવિણ 2012 સુધી ભારતીય ટીમ માટે ક્રિકેટ રમ્યો હતો. તે 2011માં વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં પસંદ થયો હતો પણ ખરાબ ફિટનેસના કારણે તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. આવો નજર કરીએ પ્રવિણ કુમારની કારકિર્દીની કેટલીક અજાણી વાતો પર (ફોટો સાભાર - સોશિયલ મીડિયા)


પ્રવિણ કુમારનો જન્મ ગરીબ પરિવાપમાં થયો હતો. પિતા કાન્સ્ટેબલ હતા અને તે પહેલવાની પસંદ કરતા હતા. પણ પ્રવિણે ક્રિકેટ પસંદ કરી હતી. પ્રવિણ એટલો ગરીબ હતો કે તેની પાસે સારા બુટ ખરીદવા પૈસા ન હતા. પ્રવિણ કુમારે અંડર-19 ટ્રાયલ માટે પોતાની સાઇકલ વેચી મારી હતી. તેણે ટ્રાયલ પહેલા સારા બુટ ખરીદ્યા હતા. (ફોટો સાભાર - સોશિયલ મીડિયા)


પ્રવિણ કુમારે ક્રિકેટ મેચ રમવા માટે 10મી બોર્ડનું પેપર છોડી દીધું હતું. પ્રવિણ કુમારે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે મારા ભાઈએ મને પુછ્યું હતું કે ક્યાં ગયો હતો. મેં કહ્યું હતું પરીક્ષા આપવા. આ પછી તેણે પશ્નપત્ર માંગ્યું હતું. તો મેં કહ્યું હતું કે તેમણે લઈ લીધું છે. આ પછી મારા ભાઈએ કહ્યું હતું કે અચ્છા, તે સિક્સર સારી મારી હતી.(ફોટો સાભાર - સોશિયલ મીડિયા)


પ્રવિણ કુમારએ ધોનીની કેપ્ટનશિપ ચમકાવવામાં મોટો ફાળો આપ્યો હતો. ઓસ્ટ્રેલિયામાં 2007-08માં કોમનવેલ્થ શ્રેણીમાં પ્રવિણ કુમારે 4 મેચમાં 10 વિકેટ ઝડપી શાનદાર પ્રદર્શન કર્યું હતું. બેસ્ટ ઓફ-3ની ફાઇનલમાં તેણે 6 વિકેટ ઝડપી ટીમ ઇન્ડિયાને ચેમ્પિયન બનાવ્યું હતું. ધોનીની કેપ્ટનશિપ કારકિર્દીની સૌથી મોટી જીતમાંથી એક હતી. (ફોટો સાભાર - સોશિયલ મીડિયા)


પ્રવિણ કુમાર ટીમ ઇન્ડિયાના ઉપ-સુકાની રોહિત શર્માને પોતાનો ભાઈ માને છે. 2014માં ઘણા વિવાદો પછી પ્રવિણ કુમાર ડિપ્રેશનમાં ચાલ્યો ગયો હતો. આ પછી આઈપીએલમાં મુંબઈની કેપ્ટનશિપ કરી રહેલા રોહિત શર્માએ તેને પોતાની ટીમનો કોન્ટ્રાક્ટ અપાવ્યો હતો. પ્રવિણ કુમારે આજે પણ રોહિતનો આભાર માને છે.(ફોટો સાભાર - સોશિયલ મીડિયા)


પ્રવિણ કુમારની કારકિર્દી ઘણી વિવાદમાં રહી છે. પ્રવિણે 2008માં એક ડોક્ટરને પિટાઈ કરી હતી. વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસમાં તે દર્શકો સાથે ઝઘડ્યો હતો. ઇંગ્લેન્ડમાં પણ આમ કર્યું હતું. કોર્પોરેટ ટ્રોફીમાં અમ્પાયરની ચેતવણી છતા ખેલાડીને ગાળો આપતો રહ્યો હતો. આ પછી મેચ રેફરીએ તેની માનસિક સ્થિતિને ખરાબ ગણાવી હતી.(ફોટો સાભાર - સોશિયલ મીડિયા)