

આજ સુધી તમે અનેક બીમારીઓ વિશે સાંભળ્યું હશે પરંતુ 13 વર્ષીય લલિત પાટિદારને એક એવી બીમારી છે, જેના કારણે તેના ચહેરા પર 5 સેન્ટીમીટર વાળ વધે છે.


13 વર્ષનો લલિત પાટિદાર વરવોલ્ફ સિન્ડ્રોમથી સામે લડી રહ્યો છે, લલિત કહે છે કે અજાણ્યા લોકો મારા ઉપર પત્થરો ફેંકે છે અને મારી સાથે રમવાથી ડરે છે. જ્યારે મને વાળના કારણે શ્વાસમાં તકલીફ પડતી ત્યારે મને એવુ લાગ્યું કે હુ અન્ય બાળકો જેવો બની શકુ પરંતુ હું કંઇ કરી શક્તો નથી.


લલિતની મા પર્વતબાઈ કહે છે કે પરિવારમાં 14 લોકો છે. જન્મથી તેના શરીર પર સામાન્ય બાળકો કરતા વધુ વાળ છે. ડૉક્ટરએ કહ્યું હતું કે લલિતને જન્મજાત હાયપરટ્રિકોસિસની બીમારી છે અને તેની સારવાર ઉપલબ્ધ નથી.


લલિતના સ્કૂલના પ્રિન્સીપાલ બાબૂલાલ મક્વાણા કહે છે કે તેઓ સ્કૂલમાં બે વર્ષથી અભ્યાસ કરે છે. અભ્યાસ સાથે રમતોમાં પણ સારી કામગીરી કરે છે. શાળાના પ્રારંભિક દિવસોમાં લોકો લલિત સાથે વાત કરતા ડરતા હતા, પરંતુ ધીરે ધીરે તમામ લોકો સામાન્ય વર્તન કરવા લાગ્યાં.


કન્જેનિટલ હાયરટ્રાઇકોસિસ એક જન્મજાત અસાધ્ય રોગ છે. જન્મ પછી વાળની લંબાઈ ઝડપથી વધવાનું શરૂ થાય છે અને તે લગભગ 5 સે.મી. લાંબા હોય છે. ખાસ કરીને ચહેરા, હાથ અને પીઠ પર વધુ વાળ દેખાય છે.


અમેરિકન જનરલ ઓફ ક્લીનિકલ ડર્મોટોલોજી અનુસાર, સારવાર માટે થોડી થૈરાપી છે, પરંતુ પરિણામ યોગ્ય નથી હોતુ.