Happy Birthday Yash Johar: 'કુછ કુછ હોતા હૈ' (Kuch Kuch Hota hai) , 'કભી ખુશી કભી ગમ' (kabhi Khushi Kabhi Gam) અને 'કલ હો ના હો' (Kal Ho Na Ho) આ તમામ ફિલ્મોમાં તમને એક ખાસ વાત મળશે ()અને તે છે ભવ્ય સેટ, શાનદાર લોકેશન, ભારતીય પરંપરા અને પારિવારિક મુલ્યો. ધર્મા પ્રોડક્શનનાં સંસ્થાપક યશ જોહરની ફિલ્મોની આ તો ખાસિયત હતી. તે તેમનાં દર્શકો સાથે ક્યારેય બાંધછોડ નહોતા કરતાં. 'દોસ્તાના' યશ જોહરની પહેલી ફિલ્મ હતી જે હિટ રહી હતી. મિઠાઇની દુકાન પર કામ કરનારા યશ જોહર કેવી રીતે ફિલ્મ નિર્માતા બની ગયા આ કહાની ઘણી જ મજેદાર છે.
યશ જોહરની માતા તેમનો સાથ આપ્યો. અને કહ્યું કે, 'તું મુંબઇ ચાલ્યો જા મિઠાઇની દુકાન સંભાળવાં તુ નથી બન્યો.' માએ યશને મુંબઇ મોકલવા માટે ઘરેથી ઘરેણાં અને પૈસા ગાયબ કરી દીધા. તેનો શક સિક્યોરિટીવાળા પર ગયો અને તેની પિટાઇ પણ થઇ. જ્યારે યશની માતાએ દીકરા માટે પૈસાનું જુગાડ કર્યો હતો. જેથી તે મુંબઇ જઇ શકે.
યશ જોહર મુંબઇ પહોંચે તો શરૂઆતનાં દિવસમાં તેમને ખુબજ સંઘર્ષ કરવો પડ્યો તેઓ અહીં ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ન્યૂઝ પેપરમાં ફોટોગ્રાફરબનવાનો પ્રયાસ કરતો હતો. તે સમયમાં નિર્દેશક કે. આસિફ 'મુઘલ-એ-આઝમ'ની શૂટિંગ કરી રહ્યાં હતાં. મધુબાલા અંગે કહેવામાં આવતું કે, તે કોઇને પણ પોતાની તસવીર ખેચવાં નહોતી દેતી. યશ જોહર તે સમયમાં અંગ્રેજી બોલી લેતા. યશ જોહરનાં મબુધાલા અંગ્રેજીમાં વાત કરી અને તેનાંથી મધુબાલા ઇમ્પ્રેસ થઇ ગયા અને તેમને ફોટો લેવાની પરવાનગી આપી દીધી.
યશ જોહર કો પ્રોડ્યુસર તરીકે દેવાનંદનાં પ્રોડક્શન હાઉસમાં જોડાયા હતાં. તેમણે ગાઇડ, જ્વેલથીફ, પ્રેમ પુજારી, હરે રામા હરે કૃષ્ણા જેવી શાનદાર ફિલ્મો બનાવી. અને તેમાં તેમનું યોગદાન ઘણું બધુ હતું. વર્ષ 1977માં તેમણે પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું. બાદમાં કરન જોહર જ્યારે ફિલ્મો બનાવવાં લાગ્યો ત્યારે તેમનું પ્રોડક્શન હાઉસ ચાલી ગયું. 26 જૂન 2004માં હાર્ટ એટેકને કારણે તેમનું નિધન થઇ ગયું