અમદાવાદઃ હાલમાં ઠંડીનું જોર જામ્યું છે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અંબાલાલ પટેલ બાદ હવે હવામાન વિભાગે પણ માવઠાની સંભાવના વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે ઠંડીનું જોર ઘટવાની આગાહી કરી છે. ફરી એકવાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં લઘુત્તમ તાપમાન વધવા છતાં રાજ્યમાં ઠંડીનું જોર રહેશે આ સાથે તેમણે રાજ્યમાં ક્યારે માવઠું થઈ શકે છે તે અંગે સંભાવના વ્યક્ત કરી છે.
અંબાલાલે કહ્યું કે, લઘુત્તમ તાપમાન ઘણાં ભાગોમાં વધવાની શક્યતા છે. મધ્ય ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાનનો પારો 17થી 18 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. અમદાવાદના ભાગોમાં લઘુત્તમ તાપમાન 17-18 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીની આસપાસ રહી શકે છે.