ભરતસિંહ વાઢેર, વલસાડ : રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે રાજકીય પાર્ટીઓ પ્રચાર ઝુંબેશમાં વ્યસ્ત છે. તો બીજી બાજુ બૂટલેગરો પણ રાજ્યમાં દારૂ ઘુસાડવા માટે પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે વલસાડ એલસીબી પોલીસે વાપી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દમણમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા નો પ્રયાસ કરતી બે વિદેશી દારૂ ભરેલા વાહન સાથે બે શખ્સોને ઝડપી પાડયા છે. સાથે વિદેશી દારૂનો મોટો જથ્થો સાથે બે આરોપીઓને ઝડપી સળિયા પાછળ ધકેલી દીધા છે.
પોલીસની આ કાર્યવાહીમાં શરૂઆતમાં થ્રી વીલર ટેમ્પો રીક્ષા ખાલી દેખાતી હતી પરંતુ રિક્ષા ચાલકની કેબિનમાં શીટ નીચે ચોર ખાનું બનાવી અને દારૂની હેરાફેરી કરી રહ્યા હતા. આમ આખી રિક્ષા ખાલી રાખી અને માત્ર ડ્રાઇવરની કેબિનમાં જ દારૂ ભરી બુટલેગરો પોલીસને પણ ચકમો આપવાના પ્રયાસ કરી રહ્યા હતા.પરંતુ વલસાડ જિલ્લામાં પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં થી રાજ્યમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અનાવવી તરકીબો થી પ્રયાસ કરી રહ્યા છે.
ત્યારે પોલીસ પણ બુટલેગરો થી જાણે એક કદમ આગળ હોય તેમ બુટલેગરોની આવી તરકીબોને પણ ઝડપી પાડે છે. ત્યારે વલસાડ એલ.સી.બી.એ ફરી એક વખત રાજ્ય માં દારૂ ઘુસાડવાના પ્રયાસ કરતી બે ટેમ્પો રીક્ષા સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે અને વિદેશી દારૂ અને ટેમ્પો મળી કુલ 3 લાખ રૂપિયાથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે.